સમાચાર ઊડતી નજરે
ચૂંટણીપંચે ચૂંટણી વચનો આપે ત્યારે નાણાકીય બાબતનું મૂલ્યાંકન કરવા રાજકીય પક્ષોને અનુરોધ કર્યો            કેન્દ્ર સરકાર ૨૨ વર્ષ જૂના ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટને બદલીને નવો ડિજિટલ ઈન્ડિયા એક્ટ લાવશે            આગામી 14 ઓકટોબરથી રાજયભરમાં ગરીબ કલ્યાણ મેળા યોજાશે. મુખ્યમંત્રી તાપીથી આરંભ કરશે.            રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ જણાવ્યું કે, વિજ્ઞાન, સંશોધન અને નવીનતાના ક્ષેત્રમાં શાળાકીય શિક્ષણ મૂળભૂત પાયો છે. ગુજરાત યુનિવર્સિટીના હર સ્ટાર્ટ અપ પ્લેટફોર્મનો આરંભ કર્યો.            વડોદરાના દરજીપુરા નજીક અકસ્માતમાં છ ના મોત           

Sep 23, 2022
7:44PM

મુંબઈ વડીઅદાલતે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથને શિવાજી પાર્કમાં દશેરા રેલી યોજવા મંજૂરી આપી

મુંબઈ વડી અદાલતે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથને પાંચમી ઓક્ટોબરે મુંબઈના શિવાજી પાર્કમાં દશેરા રેલી યોજવા મંજૂરી આપી છે. ન્યાયમૂર્તિઓ આર ડી ધાનુકા અને કમલ ખાટાએ જણાવ્યું કે બૃહદ મુંબઈ મહાનગરપાલિકાનો નિર્ણય વાજબી નથી.

સુનાવણી દરમિયાન, ઉદ્ધવ ઠાકરે જૂથ તરફથી એડવોકેટ અસ્પી ચિનોયે દલીલ કરી કે શિવસેના 1966 થી શિવાજી પાર્કમાં વાર્ષિક દશેરા રેલી કરે છે. મહાનગરપાલિકાના એડવોકેટ ડૉ. મિલિંદ સાઠેએ રજૂઆત કરી કે 2016 ના સરકારી ઠરાવમાં શિવાજી પાર્કમાં દશેરા રેલી માટે પરવાનગીનો ઉલ્લેખ છે પરંતુ શિવસેનાની દશેરા રેલીનો ઉલ્લેખ નથી. તેમણે જણાવ્યું કે બીજા જૂથ દ્વારા રેલીની માંગણીના કારણે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ધ્યાનમાં રાખીને પરવાનગી આપી નહોતી.

અદાલતે પૂછ્યું કે છેલ્લા સાત દાયકામાં ક્યારેય કાયદો અને વ્યવસ્થાની કોઈ સ્થિતિ ઉભી થઇ નથી. અદાલતે 2જીથી 6ઠ્ઠી ઑક્ટોબર દરમિયાન પાર્કમાં વિડિયો રેકોર્ડિંગ કરવાનું કહ્યું, અને ચેતવણી આપી કે જો અરજદારો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે જવાબદાર હશે, તો ભવિષ્યમાં આવી પરવાનગીને અસર થશે.

વડી અદાલતે એકનાથ શિંદે જૂથના ધારાસભ્ય સદા સરવણકરની અરજીને ફગાવી દીધી હતી. વાસ્તવિક શિવસેના અંગેના મુદ્દાનો ઉકેલ ન આવે ત્યાં સુધી આ બાબત સ્થગિત કરવાની તેમણે અરજી કરી હતી.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ