સમાચાર ઊડતી નજરે
રેલ્વે મંત્રાલયે ઓરિસ્સા ટ્રેન અકસ્માતની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી            રેલ્વેતંત્રએ ઓરિસ્સા ટ્રેન અકસ્માતમાં મૃતકો અને પ્રવાસીઓના કુટુંબીજનોની સગવડ માટે હેલ્પલાઇન નંબર – 139ની વિશેષ વ્યવસ્થા કરી            રાજ્યમાં હજુ આગામી બે દિવસ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા            આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે            મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો નિર્ણય કર્યો           

Mar 22, 2023
10:09AM

મહિલા પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સે યુપી વોરિયર્સને પરાજય આપ્યો

@wplt20
મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં  દિલ્હી કેપિટલ્સે  યુપી વોરિયર્સને પરાજય આપ્યો હતો. યુપી વોરિયર્સે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં છ વિકેટે 138 રન બનાવ્યા હતા.  દિલ્હી કેપિટલ્સે લક્ષ્ય 13 બોલ બાકી હતા ત્યારે જ હાંસલ કરી લીધો હતો. એલિસ કૈપસીને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.  આ વિજય સાથે જ દિલ્હી કેપિટલ્સે ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ અને યુપી વોરિયર્સ ફાઇનલમાં તેમના સ્થાન મેળવવા માટે એકબીજા સાથે ટકરાવશે.
આ અગાઉ મુંબઇ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 4 વિકેટે પરાજય આપ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીત્યો હતો. રોયલ ચેલેન્જર બેંગ્લોરે 20 ઓવરમાં 9 વિકેટે  125 રન બનાવ્યા, જવાબમાં મુંબઇએ 16.3 ઓવરમાં લક્ષ્ય પ્રાપ્ત કર્યું. એમેલિયા કેરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી

લાઈવ ટ્વીટર ફીડ