સમાચાર ઊડતી નજરે
​ભારત થોડાં વર્ષોમાં જ વિશ્વમાં ટેલિકોમ ટેક્નોલોજીનો સૌથી મોટો નિકાસકાર બનશે :​પ્રધાનમંત્રી            ​રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ વર્ષના પદ્મ પુરસ્કારથી મહાનુભાવોને સન્માનિત કર્યા            ​વિશ્વ મહિલા મુક્કાબાજ ચેમ્પિયનશિપમાં નીતુ ઘંઘાસે 48 કિગ્રા રમતમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યો            ​આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ            ​ગુગલ સાથે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. કર્યા.           

Feb 03, 2023
2:02PM

મહિલાઓ માટેની SAFF ફૂટબોલ સ્પર્ધાનો બાંગ્લાદેશમાં આજથી આરંભ

આકાશવાણી
દક્ષિણ એશિયાઈ ફૂટબોલ સંગઠન સાફના ઉપક્રમે 20 વર્ષથી ઓછી ઉંમરની  મહિલા ખેલાડીઓ માટેની ફૂટબોલ સ્પર્ધાનો આજથી બાંગ્લાદેશના ઢાકામાં આરંભ થશે.
આજે રમાનારી પહેલી મેચમાં ભારત અને ભૂતાન વચ્ચે મુકાબલો થશે. આ સ્પર્ધામાં બાંગ્લાદેશ અને નેપાળ પણ રમશે. ચાર ટીમો રોબીન રાઉન્ડ પધ્ધતિમાં અન્ય સ્પર્ધક ટીમ સામે રમશે.
રોબીન રાઉન્ડના અંતે પહેલું અને બીજું સ્થાન મેળવનાર ટીમો આગામી નવ ફેબ્રુઆરીએ ફાઇનલમાં રમશે. 

લાઈવ ટ્વીટર ફીડ