સમાચાર ઊડતી નજરે
નવ વર્ષમાં સ્વચ્છ ભારત અભિયાન એક મોટું અભિયાન બની ગયું છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            આજે અનંત ચતુર્દશીનો તહેવાર ગણેશ વિસર્જન સાથે ઉજવવામાં આવશે            ભારતીય સેના આજે 197મો ગનર્સ ડે ઉજવી રહી છે            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 76 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કર્યું            આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત દીવ જીલ્લાને કુપોષણ મુક્ત બનાવવા દીવ કલેકટર દ્વારા એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી           

Jun 09, 2023
11:24AM

મધરાતે પોરબંદરથી દક્ષિણ અને દક્ષિણ–પશ્રિમ અર્થાત્ નૈઋત્ય દિશાએ 870 કિલોમીટર અંતરે પહોંચ્યું

આકાશવાણી
અરબી સમુદ્ધમાં ઉભું થયેલું બીપોરજોય ચક્રવાતી વાવાઝોડું ગઇકાલે મધરાતે પોરબંદરથી દક્ષિણ  અને દક્ષિણ – પશ્રિમ અર્થાત્ નૈઋત્ય દિશાએ 870 કિલોમીટર અંતરે પહોંચ્યું હતું.
આગામી બે દિવસમં તે વાયવ્ય દિશામાં આગળ વધે તેવી સંભાવના છે. ગઇકાલે વાવાઝોડાની ગતિ 5 કિલોમીટર પ્રતિ કલાકથી સહેજ ઘટીને 3 કિલોમીટર પ્રતિકલાક થઇ હતી.
દરમિયાન હવામાન વિભાગે આગામી 13મી જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે.
આ સમયગાળાં સંબંધીત વિસ્તારોમાં પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિકલાક રહેવાની તથા કયારેક વધીને 50 કિલોમીટર પ્રતિકલાક થવાની સંભાવના દર્શાવી છે.
રાજયમાં છેલ્લા 36 કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોને બાદ કરતા મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સીયસથી ઓછું નોંધાયું છે.
સૌથી વધુ 43 ડિગ્રી સેલ્સીયસ મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ