સમાચાર ઊડતી નજરે
નવ વર્ષમાં સ્વચ્છ ભારત અભિયાન એક મોટું અભિયાન બની ગયું છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            આજે અનંત ચતુર્દશીનો તહેવાર ગણેશ વિસર્જન સાથે ઉજવવામાં આવશે            ભારતીય સેના આજે 197મો ગનર્સ ડે ઉજવી રહી છે            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 76 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કર્યું            આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત દીવ જીલ્લાને કુપોષણ મુક્ત બનાવવા દીવ કલેકટર દ્વારા એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી           

Jun 08, 2023
3:43PM

મણિપુરમાં હિંસાના બનાવોમાં સંડોવાયેલા લોકોને તેમજ પોલીસ મથકમાંથી શસ્ત્રો લઈ જનાર પાસેથી શસ્ત્રો પાછા મેળવવા સલામતી દળોએ સઘન કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું

આકાશવાણી
મણિપુરમાં તાજેતરના હિંસાના બનાવોમાં સંડોવાયેલા લોકોને તેમજ પોલીસ મથકમાંથી શસ્ત્રો લઈ જનાર પાસેથી શસ્ત્રો પાછા મેળવવા સલામતી દળોએ સઘન કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું છે. 
બીએસએફ, મણિપુર પોલીસ અને આસામ રાયફલના જવાનો ડીઆઈજીની દેખરેખ હેઠળ મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સ્થાનિક કક્ષાએ તૈયાર કરેલા શસ્ત્રો અન દારૂગોળાનો જથ્થો મળી આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુકી ઉગ્રવાદીઓ દ્વારા તૈયાર કરાયેલા બંકરોનો નાશ કરવામાં આવ્યો હતો. 
એવી જ રીતે મણિપુર પોલીસે ગઈકાલની કાર્યવાહીમાં મણિપુર પોલીસ મથકમાંથી ચોરાયેલા 868 શસ્ત્રો જપ્ત કર્યા હતા. 


   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ