સમાચાર ઊડતી નજરે
રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયાના અહેવાલ.            ધોરણ 10 અને 12ના રિપિટર, ખાનગી, પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા આગામી 15મી જુલાઇએ યોજાશે.            ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે 102 કરોડ રૂપિયાની યોજનાને રાજ્ય સરકારે મંજૂરી આપી.            વિશ્વના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો.            કેન્દ્રિય ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે કોવિડ પ્રતિબંધોની છૂટછાટમાં બેદરકારી ન રાખે.           

Jun 11, 2021
7:47PM

ભૂજ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે અનોખું આયોજન કરવામાં આવ્યું.

પીટીસી
ભૂજ ખાતે આવેલી સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં કાર્યરત આયુષ વેલનેસ સેન્ટરદ્વારા ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે અનોખું આયોજન કરવામાં આવ્યું છે. 
યોગ નિષ્ણાંત સમીરભાઇ સોલંકી દ્વારા ફેસબુક લાઈવના માધ્યમથી યોગાભ્યાસની શરૂઆત ૧૬ મી જુનથી કરાવવામાં આવશે, યોગ સાધક ઘેર બેઠા તેમાં ભાગ લઇ શકશે.
પાંચ દિવસની આગોતરી પ્રેક્ટીસ પછી એકવીસમી તારીખે યોગ દિવસની ઉજવણી ઓનલાઈન કરશે, જેમાં સરકારે બહાર પડેલા પ્રોટોકોલ પ્રમાણેના આસન દરેક સાધકે કરવાના રહેશે.  
આ કાર્યક્રમમાં જોડવા માંગતા યોગસાધકે પોતાનું  નામ, ગામનું નામ અને મોબાઇલ નંબર જેવી વિગત હોસ્પિટલનાં મોબાઇલ ૯૪૦૮૪ ૩૯૫૯૯ ઉપર વોટસ એપ કરવાની રહેશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ