સમાચાર ઊડતી નજરે
વિધાનસભા ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન આજે શાંતિપૂર્વક યોજાઈ ગયું            વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાતાઓએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી            પ્રધાનમંત્રીએ જી 20 સંગઠનના ભારતના પ્રથમવાર પ્રમુખપદ અંગે રાજકીય પક્ષોના વડાઓ સાથે બેઠક કરી            સંસદનું શિયાળુ સત્ર 7 મી તારીખથી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે            પ્રધાનમંત્રીએ જી-20 સંગઠનના ભારતના અધ્યક્ષપદને સમર્થન આપવા બદલ વિશ્વ સમુદાયનો આભાર માન્યો છે           

Nov 25, 2022
6:44PM

ભારત અને અખાતી સહકાર પરિષદે મુક્ત વેપાર સમજૂતી માટેની મંત્રણા ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો.

આકાશવાણી
ભારત અને અખાતી સહકાર પરિષદ – GCC એ મુક્ત વેપાર સમજૂતી માટેની મંત્રણા ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
આ મંત્રણા શરૂ કરવા માટેની જરૂરી કાનુની અને ટેકનિકલ જરૂરીયાતો પૂર્ણ કરવા બંને પક્ષો સંમત થયા છે.
વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું છે કે, સુચિત મુક્ત વેપાર સમજૂતી વેપારના વિવિધ મુદ્દાઓને આવરી લેતી સર્વગ્રાહી આર્થિક સહકાર સમજુતી હશે.
શ્રી ગોયલે કહ્યું કે, ભારતના વધુ વેપાર ધરાવતા ભાગીદાર ઘટકોમાં GCCનો સમાવેશ થાય છે. વર્ષ 2021-22માં બંને પક્ષો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 154 અબજ અમેરિકી ડોલરનો હતો. તેમણે કહ્યું કે, GCC દેશો ભારતની ખનીજ તેલની આયાતમાં 35 ટકા અને કુદરતી વાયુની આયાતમાં 70 ટકા હિસ્સો ધરાવે છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ