સમાચાર ઊડતી નજરે
રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયાના અહેવાલ.            ધોરણ 10 અને 12ના રિપિટર, ખાનગી, પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા આગામી 15મી જુલાઇએ યોજાશે.            ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે 102 કરોડ રૂપિયાની યોજનાને રાજ્ય સરકારે મંજૂરી આપી.            વિશ્વના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો.            કેન્દ્રિય ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે કોવિડ પ્રતિબંધોની છૂટછાટમાં બેદરકારી ન રાખે.           

Jun 10, 2021
2:53PM

ભારતીય વાયુસેનાએ 1,800 ફેરાઓ દ્વારા લગભગ 3,600 કલાક ઉડ્ડયનથી કોવીડમાં રાહત કામગીરી કરી

-
કોવીડ સામેની લડતમાં ભારતીય વાયુસેનાએ મોટો ફાળો આપ્યો છે. બીજી લહેરમાં આઈએએફએ આ વર્ષે 16 મી એપ્રિલે રાહત માટે કામગીરી શરૂ કરી. હવાઈદળના વિંગકમાન્ડર આશિષ મોઘેએ કહ્યું કે, ભારતીય વાયુસેનાએ કોવિડથીસુરક્ષિત રાખવા માટે તેના પાયલટ તથા અન્ય સ્ટાફને તાલીમ આપી છે.

ભારતીય વાયુસેનાએઆજ સુધીમાં 1,800 ફેરાઓ કર્યા છે અને કોવીડરાહત માટે લગભગ 3,600 કલાક ઉડ્ડયન કર્યું છે.દેશભરમાં અને વિદેશથી ઓક્સિજન કન્ટેનર, ઓક્સિજન ટેન્કર, સિલિન્ડર અને અન્ય તબીબી ઉપકરણો સામેલ છે, જેમાં 14,900 મેટ્રિક ટનથી વધુભારણનું વહન કરવામાં આવ્યું હતું.

આઈએએફના પીઆરઓ આશિષ મોઘે કહે છે, આ હેતુ માટે 42 થી વધુ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જ્યારે જરૂરી હોય ત્યારે હેલિકોપ્ટર પણ ગોઠવવામાં આવ્યાં હતાં.પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ આ સેવા બદલ ભારતીય વાયુસેનાની પ્રશંસા કરી છે. એક ટવીટમાં પ્રધાનમંત્રીએ લખ્યુંછે કે, લશ્કરી દળોએ કોવિડ સામેનીલડતમાં કોઈ કસર છોડી નથી. પ્રથમ લહેરમાં પણ ભારતીય વાયુસેનાએ દેશભરમાં જરૂરી પુરવઠો પૂરો પાડ્યો હતો.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ