સમાચાર ઊડતી નજરે
રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયાના અહેવાલ.            ધોરણ 10 અને 12ના રિપિટર, ખાનગી, પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા આગામી 15મી જુલાઇએ યોજાશે.            ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે 102 કરોડ રૂપિયાની યોજનાને રાજ્ય સરકારે મંજૂરી આપી.            વિશ્વના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો.            કેન્દ્રિય ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે કોવિડ પ્રતિબંધોની છૂટછાટમાં બેદરકારી ન રાખે.           

Jun 11, 2021
7:26PM

ભારતીય જનતા પાર્ટીના ગુજરાતનાં કેન્દ્રીય પ્રભારી અને સાંસદ ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક યોજાઇ.

ટ્વિટર
ભારતીય જનતા પાર્ટીના ગુજરાતનાં કેન્દ્રીય પ્રભારી અને સાંસદ ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં પક્ષના મુખ્યાલય કોબા ખાતે કોરકમિટીની બેઠક યોજાઇ. 
આ બેઠકમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા  સહિત કોર ટીમના સભ્યો હાજર રહ્યા હતા. 
બેઠક બાદ પત્રકારોને સંબોધન કરતાં, પ્રદેશ અધ્યક્ષ સી આરપાટીલે જણાવ્યું કે બેઠકમાં સરકાર અને સંગઠન વચ્ચે સમન્વય રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ