સમાચાર ઊડતી નજરે
વિધાનસભા ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન આજે શાંતિપૂર્વક યોજાઈ ગયું            વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાતાઓએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી            પ્રધાનમંત્રીએ જી 20 સંગઠનના ભારતના પ્રથમવાર પ્રમુખપદ અંગે રાજકીય પક્ષોના વડાઓ સાથે બેઠક કરી            સંસદનું શિયાળુ સત્ર 7 મી તારીખથી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે            પ્રધાનમંત્રીએ જી-20 સંગઠનના ભારતના અધ્યક્ષપદને સમર્થન આપવા બદલ વિશ્વ સમુદાયનો આભાર માન્યો છે           

Nov 25, 2022
7:05PM

ભાજપ નેતા અને કેન્દ્રના ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના ચૂંટણી પ્રવાસે..

ટ્વિટર
​ભાજપ નેતા અને કેન્દ્રના ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતના ચૂંટણી પ્રવાસ દરમ્યાન પાંચ સ્થળે પ્રચાર સભા કરી હતી.  

ખેડા પંથકના  આડિનાર ગામે આજની પહેલી સભા સંબોધતા ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહે મતદારોને અપીલ કરી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે તેઓ ભાજપ ઉમેદવારને જીતાડે. ભાજપના શાસનમાં કાયદો અને વ્યવસ્થાનું સ્તર બહેતર બન્યું હોવાનું પણ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ચૂંટણી સમયે મતદાર ભ્રમિત થાય તેવા પ્રલોભન આપી રહેલા પક્ષોથી મતદારોએ ચેતવું જોઈએ અને વચન પ્રમાણે વિકાસ કરી બતાવનાર ભાજપનો ભરોસો કરવો જોઈએ. ત્યાર બાદ ઝાલોદ , વાગરા ખાતે સભા આટોપીને શ્રી શાહનો કાફલો રાજપીપળા પહોંચ્યો હતો, જ્યાં રોડ શો યોજીને તેમણે લોકોનું અભિવાદન ઝીલયુ હતું .દિવસની છેલ્લી સભા તેઓ નાંદોદમાં સંબોધવાના હોવાથી ત્યાં આદિવાસી લોકો ઉમટી પડ્યા છે. 

ભાજપ નેતા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સોરઠમાં વિસાવદર પહોંચ્યા હતા અને ભાજપ ઉમેદવાર હર્ષદ રીબડિયા માટે પ્રચાર કર્યો હતો. 

વડોદરા ખાતે ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા ડોક્ટર સુધાંશુ ત્રિવેદીએ પત્રકારોને જણાવ્યુ હતું કે આ ચૂંટણીમાં મતદાનના જૂના રેકોર્ડ તૂટવાના નક્કી છે. તેમણે ઉમેર્યું હતું કે ભાજપની સામે હરીફાઈમાં ઉતરેલા બંને રાજકીય પક્ષ રાજકીય આક્ષેપબાજીનો આશરો લઈ રહ્યા છે,  પરંતુ મતદારોના શાણપણ સામે તેઓ ફાવવાના નથી. 

ભાજપના સ્ટાર પ્રચારક એવા કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની વલસાડ જિલ્લામાં , તો ધર્મેન્દ્ર પ્રધાન સુરત જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે ફરી વળ્યા હતા, તો  કેન્દ્રિય મંત્રી પરસોતમ રૂપાલાએ વાંસદામાં સભા કરી હતી.  

લાઈવ ટ્વીટર ફીડ