સમાચાર ઊડતી નજરે
સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 153મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી રહી છે.            દેશભરમાં આજે પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી રહી છે.            જળશક્તિ મંત્રાલયના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ દ્વારા આજે સ્વચ્છ ભારત દિવસનું આયોજન કરવામાં આવશે.            સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં ડિફેન્સ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના 275મા વાર્ષિક દિવસની ઉજવણી દરમિયાન ઘણી ડિજિટલ પહેલ શરૂ કરી.            મહિલા ટ્વેન્ટી- 20 એશિયા કપ ક્રિકેટમાં ગઈકાલે બાંગ્લાદેશના સિલ્હેટમાં ભારતે શ્રીલંકાને 41 રને પરાજય આપ્યો હતો.           

Sep 23, 2022
7:42PM

પ્રવાસ અને શિક્ષણ માટે કેનેડા ગયેલા લોકોને સાવધાની રાખવા અને જાગ્રત રહેવા વિદેશ મંત્રાલયે સલાહ આપી

આકાશવાણી
કેનેડામાં વસતા ભારતીય વિદ્યાર્થીઓ તથા પ્રવાસ અને શિક્ષણ માટે કેનેડા ગયેલા લોકોને સાવધાની રાખવા અને જાગ્રત રહેવા વિદેશ મંત્રાલયે સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે આજે બહાર પાડેલી સૂચનામાં ભારતીય નાગરિકોને તકેદારી રાખવા સલાહ આપી છે. કેનેડામાં ધાર્મિક સમુદાય પ્રત્યે નફરત, સાંપ્રદાયિક હિંસા અને ભારત વિરોધી ગતિવિધિઓની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ સલાહ આપી છે. વિદેશ મંત્રાલય, ભારતીય હાઈકમિશન અને કોન્સ્યુલેટ જનરલે આ ઘટનાઓ અંગે કેનેડાના સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરી છે અને આ ગુનાઓની તપાસ કરી યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે.

આ સંદર્ભમાં ઓટાવામાં ભારતીય હાઈકમિશન કે ટોરોન્ટો અને વાનકુવરમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલમાં કે તેની વેબસાઈટ અથવા પોર્ટલ મદદ ડોટ GOV ડોટ ઈન દ્વારા જાણ કરી શકે છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ