સમાચાર ઊડતી નજરે
રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયાના અહેવાલ.            ધોરણ 10 અને 12ના રિપિટર, ખાનગી, પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા આગામી 15મી જુલાઇએ યોજાશે.            ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે 102 કરોડ રૂપિયાની યોજનાને રાજ્ય સરકારે મંજૂરી આપી.            વિશ્વના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો.            કેન્દ્રિય ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે કોવિડ પ્રતિબંધોની છૂટછાટમાં બેદરકારી ન રાખે.           

Jun 11, 2021
7:33PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 અને 13 જૂને વર્ચુઅલ ફોર્મેટમાં જી-7 સમિટના આઉટરીચ સેશનમાં ભાગ લેશે.

આકાશવાણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 અને 13 જૂને વર્ચુઅલ ફોર્મેટમાં જી 7 સમિટના આઉટરીચ સેશનમાં ભાગ લેશે. 
વિદેશી બાબતોના મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ મીડિયાને જણાવ્યું કે, હાલમાં બ્રિટન જી-7 નું અધ્યક્ષપદ સંભાળે છે અને જી -7 સમિટમાં અતિથિ દેશો તરીકે દક્ષિણ કોરિયા અને દક્ષિણ આફ્રિકા સાથે ભારતને આમંત્રણ આપ્યું છે. 
આ બેઠક હાઇબ્રિડ મોડમાં યોજાશે. આ બીજી વખત છે જ્યારે પ્રધાનમંત્રી મોદી જી 7 માં ભાગ લેશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ