સમાચાર ઊડતી નજરે
સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 153મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી રહી છે.            દેશભરમાં આજે પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી રહી છે.            જળશક્તિ મંત્રાલયના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ દ્વારા આજે સ્વચ્છ ભારત દિવસનું આયોજન કરવામાં આવશે.            સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં ડિફેન્સ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના 275મા વાર્ષિક દિવસની ઉજવણી દરમિયાન ઘણી ડિજિટલ પહેલ શરૂ કરી.            મહિલા ટ્વેન્ટી- 20 એશિયા કપ ક્રિકેટમાં ગઈકાલે બાંગ્લાદેશના સિલ્હેટમાં ભારતે શ્રીલંકાને 41 રને પરાજય આપ્યો હતો.           

Sep 23, 2022
7:34PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં પસંદ કરેલાં ભાષણોનાસંગ્રહનું આજે નવીદિલ્હીમાં વિમોચન કરવામાં આવ્યું.

આકાશવાણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં પસંદ કરેલાં ભાષણોના સંગ્રહનું આજે નવીદિલ્હીમાં આકાશવાણી ભવન ખાતે વિમોચન કરવામાં આવ્યું છે. “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે-સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ. આ પુસ્તકમાં નૂતન ભારતના પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણને રજુ કરવામાં આવ્યા છે. આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ તથા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર ઉપસ્થિત રહયા હતા.  માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રકાશન વિભાગ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ કહ્યું કે, આ પુસ્તક શ્રી નરેન્દ્ર મોદી સરકારના વિચારો, સંકલ્પ અને નિર્ણાયકતાને પ્રતિબિંબિત કરે છે. સુધારા અને સુશાસન આ સરકારનો મંત્ર છે જેણે લોકોનું જીવન બદલી નાખ્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, પુસ્તકમાં પ્રધાનમંત્રીના નૂતન ભારતના દ્રષ્ટિકોણ અને દેશને વિશ્વની પાંચમા ક્રમની અર્થવ્યવસ્થા બનાવવા માટે તેમના દ્વારા દર્શાવવામાં આવેલ નેતૃત્વનું ચિત્રણ કરવામાં આવ્યું છે. તેમણે વિપક્ષોને આ પુસ્તક વાંચવા કહ્યું કારણ કે તેમના પ્રશ્નોના જવાબ તેમાંથી મળી જશે.

આ પ્રસંગે કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાને કહ્યું કે, આ પુસ્તકમાં મહિલાઓ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગ પ્રત્યેની ચિંતાઓ પ્રતિબિંબિત થઈ છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્રિપલ તલાકને ખતમ કરવા માટે ઐતિહાસિક પગલું ભર્યું છે. આ પગલાનું મહત્વ ભવિષ્યમાં જોવા મળશે.

નૂતન ભારત આત્મનિર્ભર બને અને આફતને અવસરમાં ફેરવવામાં સક્ષમ બને તેવી આશા અને આકાંક્ષાઓ વ્યક્ત કરતા આ પુસ્તકમાં મે 2019 થી મે 2020 દરમિયાનના પ્રધાનમંત્રીના 86 ભાષણોનો સંગ્રહ છે. તેને જુદા જુદા દસ વિષયોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આત્મનિર્ભર ભારત, અર્થવ્યવસ્થા, લોકકેન્દ્રી શાસન, કોવિડ સામેની લડાઈ, ઉભરતા ભારત અને વિદેશી બાબતો, જય કિસાન, ટેક ઈન્ડિયા-ન્યુ ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા-રેઝિલિએન્ટ ઈન્ડિયા-ક્લીન ઈન્ડિયા, ફિટ ઈન્ડિયા-કાર્યક્ષમ ભારત, આધુનિક ભારત-સાંસ્કૃતિક વારસો અને 'મન કી બાત' જેવી બાબતોને તેમાં આવરી લીધી છે.

આ પુસ્તક હિન્દી અને અંગ્રેજી ભાષામાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. દેશભરના પ્રકાશન વિભાગનાં વેચાણકેન્દ્રો અને નવી દિલ્હીમાં સૂચના ભવનની બુક ગેલેરીમાં તે ઉપલબ્ધ થશે. આ ઉપરાંત પ્રકાશન વિભાગની વેબસાઈટ તેમજ ભારતકોશ પ્લેટફોર્મ પરથી પણ ઓનલાઈન ખરીદી શકાય છે. ઈ-બુક્સ એમેઝોન અને ગૂગલ પ્લે પર પણ ઉપલબ્ધ હશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ