સમાચાર ઊડતી નજરે
નવ વર્ષમાં સ્વચ્છ ભારત અભિયાન એક મોટું અભિયાન બની ગયું છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            આજે અનંત ચતુર્દશીનો તહેવાર ગણેશ વિસર્જન સાથે ઉજવવામાં આવશે            ભારતીય સેના આજે 197મો ગનર્સ ડે ઉજવી રહી છે            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 76 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કર્યું            આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત દીવ જીલ્લાને કુપોષણ મુક્ત બનાવવા દીવ કલેકટર દ્વારા એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી           

Jun 09, 2023
11:25AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બીન સલમાન સાથે સહકાર વધારવા અંગે કરી મંત્રણા

@narendramodi (FILE PIC)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બીન સલમાન સાથે ઊર્જા અને સંરક્ષણ ક્ષેત્રમાં ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે સહકાર વધારવા અંગે મંત્રણા કરી છે. બંને અગ્રણીઓએ ટેલિફોન ઉપર વાતચીત કરીને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સહકારને મજબૂત બનાવવા અત્યાર સુધી થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. 
તેમણે વૈશ્વિક મહત્વ ધરાવતા મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરી હતી. શ્રી મોદીએ આ વર્ષે એપ્રિલ મહિનામાં સુદાનમાં અટવાયેલા ભારતીયોને જેદ્દાહ માર્ગે બહાર લાવવામાં સાઉદી અરેબિયાએ આપેલા મહત્વના સમર્થન બદલ ક્રાઉન પ્રિન્સનો આભાર માન્યો હતો. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ