સમાચાર ઊડતી નજરે
​ભારત થોડાં વર્ષોમાં જ વિશ્વમાં ટેલિકોમ ટેક્નોલોજીનો સૌથી મોટો નિકાસકાર બનશે :​પ્રધાનમંત્રી            ​રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ વર્ષના પદ્મ પુરસ્કારથી મહાનુભાવોને સન્માનિત કર્યા            ​વિશ્વ મહિલા મુક્કાબાજ ચેમ્પિયનશિપમાં નીતુ ઘંઘાસે 48 કિગ્રા રમતમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યો            ​આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ            ​ગુગલ સાથે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. કર્યા.           

Feb 03, 2023
7:28PM

કેન્દ્રીય અંદાજપત્રમાં કરાયેલી જાહેરાતોથી આસામ અને ઉત્તર પૂર્વનાં રાજ્યોને ઘણો ફાયદો થશે :પ્રધાનમંત્રી

આકાશવાણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કેન્દ્રીય અંદાજપત્રમાં કરાયેલી જાહેરાતોથી આસામ અને ઉત્તર પૂર્વનાં રાજ્યોને ઘણો ફાયદો થશે. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી કે ગંગા વિલાસ નદી ક્રૂઝ દ્વારા આસામની સંસ્કૃતિ અને વારસો વધુ વિકસશે. શ્રી મોદીએ આસામના સ્થાનિક વાંસના ઉત્પાદનો વધુ લોકપ્રિય બન્યા હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા આસામના બારપેટા ખાતે વિશ્વ શાંતિના હેતુથી ચાલી રહેલા કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તન પ્રસંગે સંબોધતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કૃષ્ણગુરુના કાર્યોએ આપણને બધાને દેશ માટે નિષ્ઠા સાથે કામ કરવાની પ્રેરણા આપી છે. દેશ સબકા સાથ, સબકા વિશ્વાસના સૂત્ર સાથે વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે. વિશ્વ શાંતિ માટે કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તન 6ઠ્ઠી જાન્યુઆરીથી કૃષ્ણગુરુ સેવાશ્રમ ખાતે ચાલી રહ્યું છે. એક મહિનાથી સુધી ચાલનારું આ કીર્તન છઠ્ઠી ફેબ્રુઆરીએ પૂરું થશે. કૃષ્ણગુરુ સેવાશ્રમની સ્થાપના 1974માં બારપેટા જિલ્લાના નસાત્રા ગામમાં કરવામાં આવી હતી.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ