સમાચાર ઊડતી નજરે
રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયાના અહેવાલ.            ધોરણ 10 અને 12ના રિપિટર, ખાનગી, પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા આગામી 15મી જુલાઇએ યોજાશે.            ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે 102 કરોડ રૂપિયાની યોજનાને રાજ્ય સરકારે મંજૂરી આપી.            વિશ્વના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો.            કેન્દ્રિય ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે કોવિડ પ્રતિબંધોની છૂટછાટમાં બેદરકારી ન રાખે.           

Jun 11, 2021
10:13AM

પાણી પુરવઠો, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે મોબાઇલ પશુ દવાખાનાની વાનનું લોકાર્પણ

આકાશવાણી
અમરેલી જિલ્લામાં અમરેલી જિલ્લા પંચાયતના પટાંગણ ખાતે  પાણી પુરવઠો, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે 10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના અંતર્ગત નવી 9 મોબાઇલ પશુ દવાખાનાની વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે,. રાજ્યના ગ્રામિણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા પશુ સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી રાજયમાં હાલમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના પશુપાલન વિભાગ દ્વારા કાર્યરત કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962 તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 108 ના સફળ અનુભવને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા 10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના અંતર્ગત અમરેલી જિલ્લામાં 21 મોબાઇલ પશુવાન ફાળવવામાં આવી છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ