સમાચાર ઊડતી નજરે
ચૂંટણીપંચે ચૂંટણી વચનો આપે ત્યારે નાણાકીય બાબતનું મૂલ્યાંકન કરવા રાજકીય પક્ષોને અનુરોધ કર્યો            કેન્દ્ર સરકાર ૨૨ વર્ષ જૂના ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટને બદલીને નવો ડિજિટલ ઈન્ડિયા એક્ટ લાવશે            આગામી 14 ઓકટોબરથી રાજયભરમાં ગરીબ કલ્યાણ મેળા યોજાશે. મુખ્યમંત્રી તાપીથી આરંભ કરશે.            રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ જણાવ્યું કે, વિજ્ઞાન, સંશોધન અને નવીનતાના ક્ષેત્રમાં શાળાકીય શિક્ષણ મૂળભૂત પાયો છે. ગુજરાત યુનિવર્સિટીના હર સ્ટાર્ટ અપ પ્લેટફોર્મનો આરંભ કર્યો.            વડોદરાના દરજીપુરા નજીક અકસ્માતમાં છ ના મોત           

Sep 23, 2022
7:35PM

નૂતન ભારત ટકાઉ વિકાસલક્ષી બાબતોમાં અગ્રણી તરીકે ઉભરી રહ્યું છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

આકાશવાણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નૂતન ભારત ટકાઉ વિકાસલક્ષી બાબતોમાં અગ્રણી તરીકે ઉભરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સૌરમંડળથી માંડીને જીવનધોરણ સુધી, તમામ બાબતોમાં ભારતનું નેતૃત્વ રહ્યું છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સંબોધતાં શ્રી મોદીએ કહ્યું કે, ભારત નવા અભિગમ અને નવી વિચારસરણી સાથે આગળ વધી રહ્યું છે. ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનીને ભારત પર્યાવરણીય રીતે મજબૂત બની રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશનું વન આવરણ વધ્યું છે અને જળ પ્લાવિત વિસ્તારો પણ ઝડપથી વિસ્તરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, વર્ષોથી ગીરના સિંહ, વાઘ, હાથી, એક શિંગડાવાળા ગેંડા અને દીપડાઓની સંખ્યામાં વધારો થયો છે. હવે ભારત દ્વારા ચિતાનું ઉષ્માભર્યું સ્વાગત કરીને તેનો ઉમેરો કર્યો છે.

પ્રધાનમંત્રીએ 2070 સુધીમાં દેશમાં શૂન્ય ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવા માટે રાજ્યોને સાથે મળીને કામ કરવા વિનંતી કરી હતી. અર્થતંત્રને વેગ આપવા અને ભાવિ પેઢીઓ માટે પર્યાવરણના સંરક્ષણમાં લોકોની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું. ઘન કચરાના વ્યવસ્થાપન અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકને નાબૂદ કરવા તરફના પ્રયત્નોને છે. તેમણે પરિષદમાં ઉપસ્થિત તમામ રાજ્યોને પર્યાવરણ સંરક્ષણમાં શ્રેષ્ઠ પ્રયાસો શીખવા અને સમગ્ર ભારતમાં સફળ ઉકેલો લાગુ કરવા વિનંતી કરી.

અગાઉ, કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે બે દિવસીય પરિષદમાં જીવન, આબોહવા પરિવર્તન, વન વિસ્તાર વ્યવસ્થાપન, પ્રદૂષણ નિયંત્રણ, વન્યજીવન વ્યવસ્થાપન, પ્લાસ્ટિક અને કચરાનું વ્યવસ્થાપન વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પર્યાવરણ રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબે ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસીય પરિષદમાં તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓ અને સચિવો ભાગ લઈ રહ્યા છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ