સમાચાર ઊડતી નજરે
યાંત્રિક બુધ્ધિમત્તા જેવી આધુનિક ટેકનીકનો ઉપયોગ જીવનને બહેતર બનાવવા માટે કરી શકાય છે: રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ            તાજેતરના વર્ષોમાં ભારતનું અર્થતંત્ર અને સાથે સાથે દેશનું વૈશ્વિક સન્માન તેમજ વિશ્વસનીયતામાં અનેક ગણો વધારો થયો છે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ            સરકારે કહ્યું છે કે, સોમવારથી શરૂ થઈ રહેલાં સંસદના શિયાળુ અધિવેશનમાં તે કોઈપણ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે            પ્રધાનમંત્રીશ્રીના 'વોકલ ફોર લોકલ'ના મંત્રને કારણે દેશમાં ખાદીનું ટર્નઓવર 3 ગણું વધ્યું : કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ            રાજ્ય વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના એસ.ટી ડેપો ખાતેથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” ઝુંબેશનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો           

Sep 21, 2023
7:50PM

નારીશક્તિ વંદન બિલ બદલ રાજયનાં મહિલા અને બાળવિકાસમંત્રી ભાનુબેન બાબરીયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યકત કર્યો

ટ્વિટર
રાજયનાં મહિલા અને બાળવિકાસમંત્રી ભાનુબેન બાબરીયાએ નારીશક્તિ વંદન બિલ સંસદમાં ભારે બહુમતીથી પસાર થવા બદલ રાજયની મહિલાઓ વતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યકત કર્યો હતો.
તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી મોદીએ હંમેશા મહિલા કેન્દ્રીત વિકાસને પ્રોત્સાહન આપ્યું છે. આ ઐતિહાસિક બિલ મહિલાઓમાં વધુ આત્મવિશ્વાસ પેદા કરશે જે દેશને નવી ઉંચાઇએ લઇ જશે. તેમણે ઉમેર્યું કે, નારીશક્તિ વંદન અધિનિયમના કાયદાથી મહિલા સશક્તિકરણને વધુ વેગ મળશે અને રાજકીય ક્ષેત્રે મહિલાઓ વધુ મોટી જવાબદારી નિભાવવા સક્ષમ બનશે.

લાઈવ ટ્વીટર ફીડ