સમાચાર ઊડતી નજરે
સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 153મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી રહી છે.            દેશભરમાં આજે પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી રહી છે.            જળશક્તિ મંત્રાલયના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ દ્વારા આજે સ્વચ્છ ભારત દિવસનું આયોજન કરવામાં આવશે.            સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં ડિફેન્સ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના 275મા વાર્ષિક દિવસની ઉજવણી દરમિયાન ઘણી ડિજિટલ પહેલ શરૂ કરી.            મહિલા ટ્વેન્ટી- 20 એશિયા કપ ક્રિકેટમાં ગઈકાલે બાંગ્લાદેશના સિલ્હેટમાં ભારતે શ્રીલંકાને 41 રને પરાજય આપ્યો હતો.           

Sep 23, 2022
7:36PM

દેશમાં શિશુ મૃત્યુદર 28 થયો છે, જયારે પાંચ વર્ષથી નાના બાળકોનો મૃત્યુદર 32 થયો.

આકાશવાણી
દેશમાં શિશુ મૃત્યુદર 28 થયો છે, જયારે પાંચ વર્ષથી નાના બાળકોનો મૃત્યુદર 32 થયો છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ 2020 મુજબ, દેશમાં 2014થી શિશુ મૃત્યુદર, નવજાત મૃત્યુદર અને પાંચથી નીચેના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. શિશુ મૃત્યુદર બે પોઈન્ટ ઘટીને 2020 માં દર એક હજાર બાળજન્મ દીઠ 28 થયો છે, જે 2019 માં 30 હતો. તે જ રીતે પાંચ વર્ષ સુધીના બાળકોનો મૃત્યુદર પણ 2020 માં 35 થી ઘટીને 32 થયો છે. નવજાત મૃત્યુદર પણ 2019 માં 22 થી ઘટીને 2020 માં 20 થયો છે. આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આ સિદ્ધિ બદલ આરોગ્ય કર્મચારીઓનો આભાર માન્યો છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ