સમાચાર ઊડતી નજરે
વિધાનસભા ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન આજે શાંતિપૂર્વક યોજાઈ ગયું            વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાતાઓએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી            પ્રધાનમંત્રીએ જી 20 સંગઠનના ભારતના પ્રથમવાર પ્રમુખપદ અંગે રાજકીય પક્ષોના વડાઓ સાથે બેઠક કરી            સંસદનું શિયાળુ સત્ર 7 મી તારીખથી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે            પ્રધાનમંત્રીએ જી-20 સંગઠનના ભારતના અધ્યક્ષપદને સમર્થન આપવા બદલ વિશ્વ સમુદાયનો આભાર માન્યો છે           

Nov 25, 2022
6:48PM

દેશનો ઈતિહાસ ગુલામીની ગાથા નથી પરંતુ તે શૌર્ય, બલિદાન અને વીરતાનો ઈતિહાસ છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

આકાશવાણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશનો ઈતિહાસ ગુલામીની ગાથા નથી પરંતુ શૌર્ય, બલિદાન અને વીરતાનો ઈતિહાસ છે. નવીદિલ્હીમાં લચિત બરફૂકનની 400મી જન્મજયંતિની ઉજવણીના સમાપન સમારોહમાં શ્રી મોદીએ જણાવ્યું કે આઝાદીનો ખોટો લખાયેલો ઈતિહાસ બદલવો જરૂરી હતો પરંતુ કમનસીબે એવું થયું નહોતું. તેમણે કહ્યું કે હવે બ્રિટિશ શાસનના અંત બાદ થયેલી ભૂલોને સુધારવામાં આવી રહી છે.

અહોમ સેનાપતિ લચિત બરફૂકને તેમનાં કાર્યો દ્વારા આપણને દેશભક્તિ શીખવી હતી એમ જણાવી તેમણે કહ્યું કે આપણા પૂર્વજોએ વિદેશી આક્રમણકારો સામે જોરદાર લડત આપી અને તેમની હિંમતને કારણે આપણી સંસ્કૃતિ અને સભ્યતા જીવંત છે. લચિત બરફૂકન દેશના મહાન યોદ્ધા હતા. તલવારોની તાકાતથી આપણને કોઈ હરાવી શક્યું નથી અને ઇશાન ભારત તેનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે લચિત બરફૂકનના સેનાપતિપદે અહોમ રાજવંશે મુઘલોને હરાવ્યા અને ઔરંગઝેબ પાસેથી ગુવાહાટીનો કબજો મેળવ્યો હતો. તેમણે કહ્યું કે સરાઈઘાટનું યુદ્ધ પણ લચિત બરફૂકન દ્વારા રાષ્ટ્રપ્રેમનો પુરાવો છે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે લચિત બરફૂકનને હિંમતનું પ્રતિક ગણાવ્યા અને આશા વ્યક્ત કરી કે દેશના નાગરિકો લચિતની બહાદુરીનો વધુ અભ્યાસ કરશે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે આ પ્રસંગ માટે ખાસ તૈયાર કરવામાં આવેલી એપ પર 40 લાખ લોકોએ લચિત બરફૂકનને શ્રધ્ધાંજલિ આપી છે. સરાઈઘાટનું યુદ્ધ દેશની સીમાચિહ્નરૂપ ક્ષણ છે કારણ કે લચિતે આ યુદ્ધમાં મુઘલોને હરાવ્યા હતા અને ઔરંગઝેબના વિસ્તરણને અટકાવ્યું હતું. લચિત દેશના હીરો હતા અને લોકોએ તેમની વીરતા અને દેશભક્તિ અંગે વધુ જાણવું જોઈએ.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ