સમાચાર ઊડતી નજરે
વિધાનસભા ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન આજે શાંતિપૂર્વક યોજાઈ ગયું            વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાતાઓએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી            પ્રધાનમંત્રીએ જી 20 સંગઠનના ભારતના પ્રથમવાર પ્રમુખપદ અંગે રાજકીય પક્ષોના વડાઓ સાથે બેઠક કરી            સંસદનું શિયાળુ સત્ર 7 મી તારીખથી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે            પ્રધાનમંત્રીએ જી-20 સંગઠનના ભારતના અધ્યક્ષપદને સમર્થન આપવા બદલ વિશ્વ સમુદાયનો આભાર માન્યો છે           

Nov 25, 2022
1:58PM

દિલ્હીની જામા મસ્જિદમાં પુરૂષ વિના એકલી મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ બાબતે મહિલા પંચે નોટીસ પાઠવી છે.

---
દિલ્હીની જામા મસ્જિદમાં પુરૂષ વિના એકલી મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ બાબતે મહિલા પંચે નોટીસ પાઠવી છે. દિલ્હી મહિલા પંચના અધ્યક્ષા સ્વાતિ માલીવાલે દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. 
એક અહેવાલ મુજબ, દિલ્હીની જામા મસ્જિદમાં પ્રવેશદ્વાર પર એક નોટિસ મૂકવામાં આવી છે અને તેમાં મસ્જિદમાં મહિલાઓ અને છોકરીઓના એકલા પ્રવેશ પર પ્રતિબંધ મોક્યો છે. પ્રવેશ માટે પુરૂષ સાથી હોવાનું જરૂરી ગણાવ્યું છે. આ પ્રતિબંધની નોંધ લેતાં શ્રીમતી માલીવાલે જણાવ્યું કે મહિલાઓને મસ્જિદમાં મુક્તપણે પ્રવેશતાં અને ધર્મનું પાલન કરતાં અટકાવવું એ અત્યંત ભેદભાવપૂર્ણ છે. પૂજાનાં સ્થળ દરેક માટે ખુલ્લાં હોવાં જોઈએ અને તેમાં જાતિગત ભેદભાવ ના હોવો જોઈએ. તેમણે જણાવ્યું કે, આવો આદેશ બંધારણની જોગવાઈઓ વિરુદ્ધ છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ