સમાચાર ઊડતી નજરે
રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયાના અહેવાલ.            ધોરણ 10 અને 12ના રિપિટર, ખાનગી, પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા આગામી 15મી જુલાઇએ યોજાશે.            ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે 102 કરોડ રૂપિયાની યોજનાને રાજ્ય સરકારે મંજૂરી આપી.            વિશ્વના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો.            કેન્દ્રિય ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે કોવિડ પ્રતિબંધોની છૂટછાટમાં બેદરકારી ન રાખે.           

Jun 11, 2021
7:21PM

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆતના  ઝાપટાં ચાલુ રહ્યા. – કાલથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વરસાદની આગાહી.  

ટવિટર
નૈઋત્યનું ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી ચુક્યું છે, જેના પગલે દક્ષિણ ગુજરાતના 15 તાલુકાઓમાં આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં હળવો વરસાદ નોંધાયો છે. 
સૌથી વઘુ 1 ઇંચ આસપાસ વરસાદ ભરૂચ જીલ્લાના અંકલેશ્વર અને હાંસોટ ખાતે થયો હતો.
દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દક્ષિણ ગજરાતના બધા જ જીલ્લાઓમાં જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ હળવેથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. 
              

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ