સમાચાર ઊડતી નજરે
રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયાના અહેવાલ.            ધોરણ 10 અને 12ના રિપિટર, ખાનગી, પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા આગામી 15મી જુલાઇએ યોજાશે.            ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે 102 કરોડ રૂપિયાની યોજનાને રાજ્ય સરકારે મંજૂરી આપી.            વિશ્વના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો.            કેન્દ્રિય ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે કોવિડ પ્રતિબંધોની છૂટછાટમાં બેદરકારી ન રાખે.           

Jun 09, 2021
7:46PM

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 30 સ્વ-સહાય જૂથની ત્રણસો બહેનોની એકસાથે સફાઈ કામદાર તરીકે નિમણૂક કરાઇ.

સ્વચ્છતા સર્વેક્ષણમાં જૂનાગઢ શહેર અગ્રીમ નમ્બર પ્રાપ્ત કરે તેવી નેમ સાથે આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 30 સ્વ-સહાય જૂથની ત્રણસો બહેનો ને એકસાથે સફાઈ કામદાર તરીકેના નિમણૂક પત્રો આપી ઉત્તમ કામગીરી કરવામાં આવી હતી.મેયર ધીરુભાઈ ગોહિલ, મ્યુ. કમિશનર તુષાર સુમેરાને હસ્તે સફાઈ કામદાર બહેનોને આ પત્રો અપાયા ત્યારે બહેનનો ચહેરા ઉપર રોજગારી મળી તેની ખુશી જોવા મળતી હતી. મેયરશ્રી એ સ્વ સહાય જૂથ થકી જૂનાગઢ શહેરના પંદર વોર્ડમાં સફાઈ કામગીરી સઘન બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. સફાઈ કામદાર કર્મચારી મંડળના પ્રમુખ વિજય વાળાએ સ્વછતા સર્વેક્ષણમાં જૂનાગઢનો નમ્બર એકસો અગિયારમો છે તે ઘટાડીને પચાસની અંદર લઈ આવવાની ખાતરી આપી હતી અને વાલ્મિકી સમાજની બહેનોને રોજગારી આપી તે બદલ ભાજપ સરકારનો આભાર માન્યો હતો 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ