સમાચાર ઊડતી નજરે
ગુજરાત 11 ટકા કૃષિ વિકાસ દર સાથે સમગ્ર દેશમાં અગ્રેસર :રાજયના કૃષિમંત્રી રાઘવજી પટેલ            "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"ને વ્યાપક પ્રતિસાદ            ભારતના અર્થતંત્ર અને દેશના વિકાસને યુવા ભારતીયોએ નવો ઓપ આપ્યો છે :કેન્દ્રિય કૌશલ્ય વિકાસ મંત્રી રાજીવ ચંદ્રશેખર            આંતરરાષ્ટ્રીય સૌરઉર્જા સંગઠન-ISA વિશ્વ સમુદાય માટે ઉપયોગી નિવડશે :કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ            લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મધ્યપ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા થયેલા નેતાઓના રાજીનામાં સ્વીકાર્યા           

Feb 03, 2023
11:13AM

જળજીવન મિશન હેઠળ રાજ્યમાં ૨૦૨૪ સુધીમાં તમામ ઘરમાં નળ દ્વારા પાણી અપાશે.

--
જળજીવન મિશન હેઠળ રાજ્યમાં ૨૦૨૪ સુધીમાં તમામ ઘરમાં નળ દ્વારા પાણી અપાશે. હાલ દેશમાં અગિયાર કરોડ પાંચ લાખ ગ્રામીણ પરિવારોના ઘરમાં નળ દ્વારા પાણીનો પુરવઠો મળી રહ્યો છે. જળશક્તિ રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલે જણાવ્યું કે સરકાર 2024 સુધીમાં દેશના દરેક ગ્રામીણ ઘરમાં નળ દ્વારા પાણીનું જોડાણ આપવા માટે જળજીવન મિશનનો અમલ કરી રહી છે. 
ગઇકાલે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં શ્રી પટેલે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, જળજીવન મિશનની જાહેરાત સમયે, ત્રણ કરોડ 23 લાખ ગ્રામીણ પરિવારોના ઘરમાં નળ દ્વારા પાણીના જોડાણ હતાં. હવે અત્યાર સુધીમાં વધુ સાત કરોડ 81 લાખ ગ્રામીણ પરિવારોને નળ મારફતે પાણીનાં જોડાણો આપવામાં આવ્યાં છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ