સમાચાર ઊડતી નજરે
વિધાનસભા ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન આજે શાંતિપૂર્વક યોજાઈ ગયું            વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાતાઓએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી            પ્રધાનમંત્રીએ જી 20 સંગઠનના ભારતના પ્રથમવાર પ્રમુખપદ અંગે રાજકીય પક્ષોના વડાઓ સાથે બેઠક કરી            સંસદનું શિયાળુ સત્ર 7 મી તારીખથી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે            પ્રધાનમંત્રીએ જી-20 સંગઠનના ભારતના અધ્યક્ષપદને સમર્થન આપવા બદલ વિશ્વ સમુદાયનો આભાર માન્યો છે           

Nov 25, 2022
2:48PM

ગુજરાત વિધાનસભાનો જાહેર ચૂંટણી પ્રચાર પરાકાષ્ટાએ પહોંચ્યો.

આકાશવાણી
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચુંટણી આડે હવે માંડ અઠવાડિયું બાકી છે ત્યારે જાહેર ચૂંટણી પ્રચાર પરાકાષ્ટાએ પહોંચ્યો છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે પહેલી ડિસેમ્બરે મતદાનને હવે માત્ર છ દિવસ બાકી છે.

પ્રથમ તબક્કાના મતદાન માટે બંને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ સહિત 39 રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ તબક્કા માટે 788 ઉમેદવારો મેદાનમાં છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના તમામ 89 બેઠકો પર ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીના 88 ઉમેદવારો છે.

આ સિવાય બહુજન સમાજ પાર્ટીના 57, માર્ક્સવાદી પાર્ટીના ચાર, અને સામ્યવાદી પાર્ટીના બે ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં 70 મહિલાઓ સહિત 339 અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે નવ મહિલા, કોંગ્રેસે છ, આમ આદમી પાર્ટીએ પાંચ અને બહુજન સમાજ પાર્ટીએ આઠ મહિલાઓને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.

આ ઉપરાંત 35 મહિલાઓ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહી છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓમાં મતદાન થવાનું છે.

કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પૂર્વે ગઠબંધન કર્યું છે. ભાજપના અગ્રણી ઉમેદવારોમાં ભૂપેન્દ્ર પટેલ, રિવાબા જાડેજા, હૃષિકેશ પટેલ, જીતુ વાઘાણી, હર્ષ સંઘવી, કનુ દેસાઈ, કિરીટસિંહ રાણા, પૂર્ણેશ મોદી, હાર્દિક પટેલ વગેરે છે..

તો કોંગ્રેસના ઉમેદવારોમાં અર્જુન મોઢવાડિયા, ભરત વી. સોલંકી, જિજ્ઞેશ મેવાણી, કનુભાઈ કળસરિયા, અને આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, મનોજ સોરઠિયા, અલ્પેશ કથીરિયા વગેરેને મેદાનમાં ઉતાર્યા છે.

તમામ રાજકીય પક્ષો પોતાની જીતના દાવા કરી રહ્યા છે ત્યારે જનતા કોની તરફેણમાં મતદાન કરે છે તે તો આઠમી ડિસેમ્બરે આવનારા પરિણામોમાં જ ખબર પડશે. હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી એક સાથે જ થવાની છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ