A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Sep 28 2023 9:04PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
નવ વર્ષમાં સ્વચ્છ ભારત અભિયાન એક મોટું અભિયાન બની ગયું છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
          
આજે અનંત ચતુર્દશીનો તહેવાર ગણેશ વિસર્જન સાથે ઉજવવામાં આવશે
          
ભારતીય સેના આજે 197મો ગનર્સ ડે ઉજવી રહી છે
          
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 76 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કર્યું
          
આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત દીવ જીલ્લાને કુપોષણ મુક્ત બનાવવા દીવ કલેકટર દ્વારા એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી
          
Jun 09, 2023
,
11:24AM
ગુજરાતમાં 12મી જૂનથી ઇ-પાસ સિસ્ટમ અમલી બનશે
AKASHWANI
રાજ્યભરમાં 12મી જૂનથી ઇ-પાસ સિસ્ટમ અમલી બનશે. વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઇકાલે ઇ- પાસ સિસ્ટમનો શુભારંભ કરાવતાં જણાવ્યું કે, એસટી બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓ અને મુસાફરો હવે ઘરે બેઠા પાસ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકશે.
રાજયમાં હાલ નિગમ દ્વારા 10 લાખથ વધુ વિદ્યાર્થીઓને રાહત દરના પાસ આપવામાં આવે છે. નિગમના મુસાફરો તેમજ વિદ્યાર્થીઓએ લાઇનમાં ઉભું ન રહેવું પડે અને ઓનલાઇન પેમેન્ટ તેમજ વિદ્યાર્થીઓના વેરિફિકેશન થકી ત્વરિત આઈ કાર્ડ પાસ મેળવી શકાય તેવા હેતુથી ઇ. પાસ સિસ્ટમ અમલમાં મુકવામાં આવી છે.
આ ઇ પાસ મેળવવા pass.gsrtc.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું કે, નવી ઈ-પાસ સિસ્ટમના અમલીકરણથી રાજ્યમાં ડિજિટલ ક્રાંતિને વેગ મળશે. હાલમાં આ સિસ્ટમનો ઉપયોગ ધોરણ ૧થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વધારે કરી રહ્યા છે. આગામી સમયમાં રાજ્યની આઈ.ટી.આઈ. તથા કોલેજોનો સમાવેશ કરવાની કામગીરી હાથ ધરાશે.
સંબંધિત સમાચાર
લાઈવ ટ્વીટર ફીડ