સમાચાર ઊડતી નજરે
રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયાના અહેવાલ.            ધોરણ 10 અને 12ના રિપિટર, ખાનગી, પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા આગામી 15મી જુલાઇએ યોજાશે.            ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે 102 કરોડ રૂપિયાની યોજનાને રાજ્ય સરકારે મંજૂરી આપી.            વિશ્વના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો.            કેન્દ્રિય ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે કોવિડ પ્રતિબંધોની છૂટછાટમાં બેદરકારી ન રાખે.           

Jun 11, 2021
7:24PM

ગુજરાતભરમાં ધાર્મિક સ્થળ ખુલતા શ્રધ્ધાળુની અવરજવરનો સંચાર સર્વત્ર જોવાયો.

PtC Arvalli
ગુજરાતના મોટાભાગના ધાર્મિક સ્થળ દર્શનાર્થીઓ આજે માટે ખુલ્યા છે, પરંતુ કોવિડ અગમચેતીનું પાલન દરેક સ્થળે ફરજીયાત રહેશે. 
એક સાથે એક સમયે માત્ર ૫૦ દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ આપવાની છૂટ આપવામાં આવી છે. 
પ્રભાસપાટણ ખાતે આવેલ સોમનાથ મંદિર, દ્વારકાનું જગત મંદિર, નાગેશ્વર શિવાલય અને હરસિદ્ધિ માતાના મંદિરમાં દર્શન શરુ થયા છે. 
પાવાગઢ પર્વત ઉપર આવેલ મહાકાલી મંદિર તથા ચોટીલાના ડુંગર ઉપર આવેલ ચામુંડા માતાજી મંદિરમાં મર્યાદિત સંખ્યા ભક્તોને પ્રવેશ અપાયો છે. 
ખેડબ્રહ્માનું નાના અંબાજી મંદિર પણ આજથી ખુલ્યું છે. કચ્છના ધણીયાણી એવા આશાપુરા માતાનો મઢ પણ આજથી ખુલ્યો છે.  
ડાકોરનું રણછોડરાયજી મંદિર અને શામળાજીનું કૃષ્ણ મંદિર , ગિરનાર પર્વત ઉપર આવેલ અંબાજી મંદિર, ઉપલા દાતારની જગ્યા અને તળેટીમાં આવેલ ભવનાથ શિવાલય અને દામોદર કુંડમાં ભક્તો ને આજથી દર્શન માટે છૂટ મળી છે, તો ગિરનાર રોપ વે પણ શરૂ થયો છે.
વડતાલ, ગઢડા, મુળી અને અમદાવાદના સ્વામી નારાયણ મંદિરમાં હરિભક્તોની ખાસ્સી હાજરી આજે જોવાઈ  હતી.  
અમદાવાદનું જગન્નાથજી મંદિર આજે ખુલ્યું ત્યારે આરતી દર્શન માટે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ત્યાં હાજર હતા અને ટ્રસ્ટી મંદિર સાથે અગામી રથયાત્રા માટે શું કરવું તેની ચર્ચાવિચારણા થઇ હતી. 
રથયાત્રામાં પ્રસાદ તરીકે અપાતા મગના વિરાટ જથ્થાને સાફસુફ કરવાનું કામ શરુ કરવા માટે મહિલા ભક્તો મંદિરમાં આવવા લાગ્યા છે.       
નર્મદા કાંઠે આવેલા કુબેરભંડારી મંદિર, ચાંદોદનો મલ્હાર ઘાટ, માલસરનો ડોંગરેજી આશ્રમ તથા પોઈચાના સ્વામીનારાયણ મંદિર જેવા ધાર્મિક સ્થળ ઉપર લાંબાસમય પછી આજે શ્રદ્ધાળુઓની અવર જવર જોવા મળી હતી.  
જામનગરમાં અખંડ રામધુનનો રેકોર્ડ ધરાવતું બાલા હનુમાન મંદિર, નડિયાદનું સંતરામ મંદિર , જસદણનું ઘેલા સોમનાથ , થાનગઢના તરણેતરમાં આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર અને પાળીયાદમાં વિસામણ બાપુની જગ્યા અને સાયલામાં લાલજી મહારાજની જગ્યા પણ આજથી ભક્તો માટે ખુલતા દર્શનનો ઘણા લોકોએ લાભ લીધો હતો.
સૌરાષ્ટ્રમાં સીદસર અને ઉન્ઝામાં આવેલ ઉમિયા માતાજીના વિશાલ મંદિર પણ આજ થી ખુલ્યા છે, તો ગોંડલ નજીકકાગવડ ખાતે આવેલ ખોડલધામમાં પણ દર્શનાર્થીઓને કોવિડ તકેદારી સાથે પ્રવેશ શરુ કરાયો છે.  
સોમનાથ અને અંબાજી મંદિરમાં ભક્તોની મોટી ભીડ એકઠી થવાની શક્યતા હોવાથી બંને મંદિરની વેબસાઈટ ઉપર ઓન્લાઈન બુકિંગ કરવું ભક્તો માટે ફરજીયાત રહેશે. 
અંબાજી મંદિરના વહીવટદાર એસ. જે . ચાવડા કહે છે કે દુર દુરથી આવતા માઈ ભક્તોનો દર્શનનો સમય અગાઉથી બૂક કરાવી લેતો તેમનો સમય બચશે અને સંચાલકો વ્યવસ્થા જાળવી શકશે. 

લાઈવ ટ્વીટર ફીડ