સમાચાર ઊડતી નજરે
રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયાના અહેવાલ.            ધોરણ 10 અને 12ના રિપિટર, ખાનગી, પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા આગામી 15મી જુલાઇએ યોજાશે.            ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે 102 કરોડ રૂપિયાની યોજનાને રાજ્ય સરકારે મંજૂરી આપી.            વિશ્વના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો.            કેન્દ્રિય ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે કોવિડ પ્રતિબંધોની છૂટછાટમાં બેદરકારી ન રાખે.           

Jun 10, 2021
2:52PM

કોવિડથી સાજા થવાનો સુધારેલ દર 94.77% થયો

--
દેશભરમાં સક્રિય કેસોની કુલ સંખ્યામાં ક્રમશ ઘટાડો થતાં કોવિડ પુન:પ્રાપ્તિ દર આગળ વધી રહ્યો છે. આજેસતત ત્રીજા દિવસે નવા દૈનિક કેસની સંખ્યા એક લાખના આંકડાની નીચે રહી છે. 24 કલાકમાં, 1 લાખ 51 હજારથી વધુ કોવિડ દર્દીઓ સફળતાપૂર્વક આ રોગમાંથી મુક્ત થયાછે અને તે જ સમયગાળામાં દેશભરમાં 94 હજાર 52 નવા કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસની સંખ્યા બે મહિનાના સમયગાળામાં સૌથી ઓછી છે. આ સાથે દેશમાં પુન પ્રાપ્તિ દર વધુ સુધરીને 94.77 ટકા થયો છે.

દેશમાં સક્રિય કોવિડ કેસનો ગ્રાફ સતત ઘટતો રહેછે અને નોંધાયેલા કેસના લગભગ ચાર ટકા જેટલો સમાવેશ થાય છે. આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કે હાલમાં લગભગ 11 લાખ 67 હજાર લોકો વાયરલ રોગચાળાથી પીડિત છે અને તેઓ હોસ્પિટલમાં દાખલ છે અથવા ઘરના એકાંતવાસ હેઠળ છે.

દૈનિક પોઝિટિવિટી રેટ પણ સતત 17 મા દિવસે 5 ટકાથી નીચે અને 10 ટકાના નિશાનથી નીચે રહ્યો છે. મંત્રાલયે ઉમેર્યું કે, દેશમાં કોવીડ ચેપથી અત્યાર સુધીમાં 2 કરોડ 76 લાખથી વધુ લોકો સાજા થયાછે. 24 કલાકમાં 6,148 કોવીડને લગતા મૃત્યુ નોંધાયા છે, અને કુલ સંખ્યા 3,59,676 થઈ ગઈ છે

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ