સમાચાર ઊડતી નજરે
રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયાના અહેવાલ.            ધોરણ 10 અને 12ના રિપિટર, ખાનગી, પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા આગામી 15મી જુલાઇએ યોજાશે.            ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે 102 કરોડ રૂપિયાની યોજનાને રાજ્ય સરકારે મંજૂરી આપી.            વિશ્વના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો.            કેન્દ્રિય ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે કોવિડ પ્રતિબંધોની છૂટછાટમાં બેદરકારી ન રાખે.           

Jun 11, 2021
7:50PM

કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં વહીવટીતંત્ર દ્વારા આગોતરૂ આયોજન.

ટવિટર
કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં વહીવટીતંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે. 
ત્રીજી લહેર બાળકો માટે ઘાતક બને તેવી સંભાવનાને ધ્યાને લઇ આણંદ જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા બાળકો માટે નવા 800 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત જીલ્લાની 40 હોસ્પિટલોમાં બેડ, વેન્ટીલેટર, ઓક્સિજન સહિતની સુવિધા વધારવા માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. 
એવી જ રીતે ત્રીજી લહેર દરમિયાન ઓક્સિજનની અછત ન થાય તે માટે જીલ્લામાં નવા પ્લાન્ટ ઉભા કરવાની તૈયારીઓ શરૂ કરાઇ છે.
તો બીજી તરફ બનાસકાંઠા જીલ્લામાં સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં લઇ તબીબોને વેન્ટીલેટર અંગે તાલીમ આપવાનું શરૂ કરાયું છે. 
જીલ્લાના 14 તાલુકા માટે 14 આરોગ્ય ટીમો દ્વારા 70 જેટલા તબીબો અને આરોગ્ય કર્મીઓને તાલીમબધ્ધ કરવામાં આવશે. ડાંગ જિલ્લામાં ચાલી રહેલી રસીકરણ ઝુંબેશની માહિતી મેળવવા આરોગ્ય સમિતિના ચેરમેન તથા નવનિયુક્ત અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોકટર હિમાંશુ ગામીતે ડાંગ દરબાર હોલ ખાતે મુલાકાત લીધી હતી.
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં દર રોજ ૧ હજારથી વધુ કોરોનાના પરીક્ષણ થઇ રહ્યા છે જેમાં માત્ર ૨ થી ૩ કેસ પોઝિટીવ મળી રહ્યા છે. 
અત્યાર સુધી દમણમાં ૧ લાખ લોકો વેક્સીન લઈ ચુક્યા છે. 
દરમ્યાન, આજે નવસારી જીલ્લામા મ્યુકોરમાઇકોસીસના બે કેસ નોધાયા છે. તે પૈકી એક કેસ જલાલપોર તાલુકા અને એક કેસ ગણદેવી તાલુકામાં નોધાયેલ છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ