સમાચાર ઊડતી નજરે
રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયાના અહેવાલ.            ધોરણ 10 અને 12ના રિપિટર, ખાનગી, પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા આગામી 15મી જુલાઇએ યોજાશે.            ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે 102 કરોડ રૂપિયાની યોજનાને રાજ્ય સરકારે મંજૂરી આપી.            વિશ્વના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો.            કેન્દ્રિય ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે કોવિડ પ્રતિબંધોની છૂટછાટમાં બેદરકારી ન રાખે.           

Jun 11, 2021
7:42PM

કોરોનામાં વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે પંચમહાલ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રસીકરણ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી.

પીટીસી
કોરોના વાયરસ મહામારી દરમ્યાન વિદેશ જતા વિદ્યાર્થીઓને કોઈ અડચણ ઉભી ન થાય તે માટે પંચમહાલ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તેમના રસીકરણ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 
આ માટે એક સ્પેશ્યલ સેલનું ગઠન કરવામાં આવ્યું છે. જેના દ્વારા અરજીના આધારે નિયત સમય પહેલા રસીના બીજા ડોઝ માટે વૉક ઈન રજીસ્ટ્રેશન દ્વારા રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 
અરજદાર વિદ્યાર્થીએ નિયત પત્રક ભરીને તેમાં દર્શાવેલા દસ્તાવેજો  dpc.health.panchmahal@gmail.com પર અપલોડ કરી મોકલી આપવાના રહેશે. 
કોઈ મૂંઝવણ બાબતે હેલ્પલાઈન નંબર 7567893305 પર ફોન કરી શકાશે. 
આ દસ્તાવેજોના આધારે આરોગ્ય શાખાના સ્પેશ્યલ સેલ દ્વારા અરજી મંજૂર થયે સબંધિત વિદ્યાર્થીને કન્ફર્મેશન મેઈલ દ્વારા જાણ કરવામાં આવશે.  
વેક્સીનેશન કરતી વખતે પાસપોર્ટની વિગતો, વિદેશની એકેડેમિક કોર્સ અંગેની વિગતો, સ્ટુડન્ટ વિઝા, જોબ ઓફરના લેટર્સ, ઓલિમ્પિક રમતોમાં ભાગ લેવા માટેનું નોમિનેશન અંગેની વિગતો તેમજ વેક્સિનેશનનો પ્રથમ ડોઝ અંગેની વિગતો આપવાની રહેશે. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ