સમાચાર ઊડતી નજરે
સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 153મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી રહી છે.            દેશભરમાં આજે પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી રહી છે.            જળશક્તિ મંત્રાલયના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ દ્વારા આજે સ્વચ્છ ભારત દિવસનું આયોજન કરવામાં આવશે.            સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં ડિફેન્સ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના 275મા વાર્ષિક દિવસની ઉજવણી દરમિયાન ઘણી ડિજિટલ પહેલ શરૂ કરી.            મહિલા ટ્વેન્ટી- 20 એશિયા કપ ક્રિકેટમાં ગઈકાલે બાંગ્લાદેશના સિલ્હેટમાં ભારતે શ્રીલંકાને 41 રને પરાજય આપ્યો હતો.           

Sep 23, 2022
7:43PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આરજેડી અને કોંગ્રેસ સાથે ગઠબંધન સરકાર બનાવીને નીતિશકુમારે બિહારની જનતા સાથે દગો કર્યો છે.

આકાશવાણી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આરજેડી અને કોંગ્રેસના ગઠબંધન સાથે સરકાર બનાવીને નીતિશ કુમારે બિહારની જનતા સાથે દગો કર્યો છે. બિહારમાં પૂર્ણિયાના રંગભૂમિ મેદાન ખાતે જનભાવના સંમેલનને સંબોધતાં શ્રી શાહે આક્ષેપ મુક્યો કે નીતિશકુમાર ખુરશી ખાતર રાજ્યના લોકોને છેતરી રહ્યા છે. તેઓ સ્વાર્થ અને સત્તાની રાજનીતિ કરી રહ્યા છે જયારે ભાજપ લોકોની સેવા અને વિકાસ માટે કામ કરે છે. તેમણે કહ્યું કે બિહારના લોકોએ નરેન્દ્ર મોદીના નામ પર મત આપ્યા પરંતુ નીતીશ કુમારે જનાદેશનું ઉલ્લંઘન કર્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ પ્રશ્ન કર્યો કે શું નીતિશકુમાર રાજકીય જોડાણ બદલીને પ્રધાનમંત્રી બની શકશે ? રાજકારણમાં આવ્યા ત્યારથી તેમણે ઘણા લોકોને દગો આપ્યો છે. શ્રી શાહે લાલુપ્રસાદને ચેતવણી આપી કે નીતીશકુમાર કાલે તેમને પાછળ છોડીને કોંગ્રેસના ખોળામાં બેસી શકે છે. તેમણે કહ્યું કે લાલુ-નીતીશની જોડી હવે ખુલ્લી પડી ગઈ છે. બિહારને વિકાસ માટે ભાજપની જરૂર છે. શ્રી શાહે, કિશનગંજમાં સાંસદો, ધારાસભ્યો અને ભાજપના પદાધિકારીઓ સાથેબેથક કરી હતી. .

કેન્દ્રીય ગૃહમંત્રી કિશનગંજના સીમા સુરક્ષા બલના કેમ્પમાં આવતીકાલે ફતેહપુર, પેકટોલા, બેરિયા આમગાચી અને રાનીગંજની સરહદ નિરિક્ષણ પોસ્ટના બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત BSF કેમ્પમાં BSF, SSB અને ITBPના મહાનિર્દેશક સાથે સરહદ સુરક્ષાની સમીક્ષા કરશે.

દિલ્હી રવાના થતા પહેલાં શ્રી અમિત શાહ કિશનગંજની માતા ગુજરી કોલેજમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. શ્રી શાહ બુરહી કાલી મંદિરમાં દર્શને જશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ