સમાચાર ઊડતી નજરે
ભાવનગર યુનિવર્સીટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આંતરકોલેજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભોપાલમાં ભાજપના કાર્યકર્તાઓના મહાકુંભને સંબોધિત કરશે            પ્રધાનમંત્રીએ પહેલી ઓક્ટોબરે, એક કલાક માટે નાગરિકોને શ્રમદાનનું આહવાન કર્યું            ભારત અને સંયુક્ત રાષ્ટ્રએ ગ્લોબલ સાઉથ માટે સંયુક્ત ક્ષમતા નિર્માણ પહેલ શરૂ કરી            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં નવા મોડલ ફાયર સ્ટેશન માટે સૈધ્ધાંતિક મંજૂરી આપી           

Sep 23, 2022
7:41PM

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાના અમલીકરણના ચાર વર્ષ નિમિત્તે આ રવિવારે આરોગ્ય મંથન કાર્યક્રમ યોજવામાં આવ્યો

આકાશવાણી
આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાના અમલીકરણના ચાર વર્ષ નિમિત્તે આ રવિવારે આરોગ્ય મંથન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ યોજનામાં આર્થિક રીતે નબળા પરિવારોને વાર્ષિક પાંચ લાખ રૂપિયાનું આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવે છે. તેમાં દેશના દસ કરોડથી વધુ ગરીબ પરિવારોને આવરી લીધાં છે. સપ્ટેમ્બર 2018 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેનો આરંભ કર્યો હતો.

બે દિવસીય આ આરોગ્ય મંથન કાર્યક્રમને આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા ખુલ્લો મુકશે. તેમાં આરોગ્યસંભાળ ક્ષેત્રના વૈશ્વિક અને રાષ્ટ્રીયસ્તરના નિષ્ણાતો ઉપરાંત શિક્ષણ, ઉદ્યોગ અને મીડિયાના પ્રતિનિધિઓ ભાગ લેશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ