સમાચાર ઊડતી નજરે
ચૂંટણીપંચે ચૂંટણી વચનો આપે ત્યારે નાણાકીય બાબતનું મૂલ્યાંકન કરવા રાજકીય પક્ષોને અનુરોધ કર્યો            કેન્દ્ર સરકાર ૨૨ વર્ષ જૂના ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટને બદલીને નવો ડિજિટલ ઈન્ડિયા એક્ટ લાવશે            આગામી 14 ઓકટોબરથી રાજયભરમાં ગરીબ કલ્યાણ મેળા યોજાશે. મુખ્યમંત્રી તાપીથી આરંભ કરશે.            રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ જણાવ્યું કે, વિજ્ઞાન, સંશોધન અને નવીનતાના ક્ષેત્રમાં શાળાકીય શિક્ષણ મૂળભૂત પાયો છે. ગુજરાત યુનિવર્સિટીના હર સ્ટાર્ટ અપ પ્લેટફોર્મનો આરંભ કર્યો.            વડોદરાના દરજીપુરા નજીક અકસ્માતમાં છ ના મોત           

Sep 23, 2022
2:29PM

આજે સાંકેતિક ઇશારા ભાષા દિવસની દેશભરમાં ઉજવણી..

આકાશવાણી
આજે સાંકેતિક ઇશારા દિવસ છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા 23 મી સપ્ટેમ્બરને સાંકેતિક ઇશારા ભાષા દિવસ તરીકે જાહેરાત કરવામાં આવી ત્યારથી, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયમાં વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગના ભારતીય સાઇન લેંગ્વેજ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર આઇએસએલઆરટીસી દર વર્ષે તેને ઉજવે છે.
આ વર્ષની સાંકેતીક ઇશારા દિવસ -2022 ની થીમ છે "સાંકેતિક  ઇશારા ભાષા અમને એક કરે છે".
સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી  પ્રતિમા ભૌમિક, શિક્ષણ રાજ્ય મંત્રી  એંપીર્ના દેવી, સશક્તિકરણ વિભાગના અને અન્ય ઘણા મહાનુભાવો આજે નવી દિલ્હીમાં સાંકેતિક  ઇશારા  દિવસ  કાર્યકર્મ માં  ભાગ લેશે. કાર્યક્રમ દરમિયાન, ભારતીય સાંકેતિક  ઇશારા ભાષાનું  શબ્દકોશ , એપ્લિકેશન, ભારતીય સાંકેતિક  ઇશારા ભાષા  એનસીઇઆરટી ધોરણ  6 ના પુસ્તકોનો ઇ-કન્ટેન્ટ, ભારતીય સાંકેતિક  ઇશારા  ભાષાની 500 નવી વિદ્વાનોની શરતો અને ભારતીય સાંકેતિક  ઇશારા ભાષામાં  નેશનલ બુક ટ્રસ્ટની વેર્ગાથા શ્રેણીની ઇ-કન્ટેન્ટ શરૂ કરવામાં આવશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ