A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Jun 4 2023 8:23PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
રેલ્વે મંત્રાલયે ઓરિસ્સા ટ્રેન અકસ્માતની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી
          
રેલ્વેતંત્રએ ઓરિસ્સા ટ્રેન અકસ્માતમાં મૃતકો અને પ્રવાસીઓના કુટુંબીજનોની સગવડ માટે હેલ્પલાઇન નંબર – 139ની વિશેષ વ્યવસ્થા કરી
          
રાજ્યમાં હજુ આગામી બે દિવસ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા
          
આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે
          
મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો નિર્ણય કર્યો
          
Mar 22, 2023
,
6:21PM
આજે વિશ્વ જળ દિવસ..
જગત રાવલ
આજે વિશ્વ જળ દિવસ છે ત્યારે જામનગરની પર્યાવરણ પ્રેમી સંસ્થા નવા નગર નેચર ક્લબ દ્વારા શહેરના એમયુઝમેન્ટ પાર્ક પાસે કૂવા અને બોર રિચાર્જ પધ્ધતિનું પોસ્ટર નિદર્શન કરવામાં આવ્યું હતું. નવા નગર નેચર ક્લબના પ્રમુખ વિજયસિંહ જેઠવા દ્વારા શહેરીજનોને કૂવા, બોર કે વાડી ખેતર ફળિયામાં વરસાદી પાણી જમીનમાં કેમ ઉતારવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ વરસાદી પાણી સંગ્રહ અંગેની જુદી જુદી પધ્ધતિ નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત જામનગરની એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે જળસંચય વિષય પર પરિસંવાદ યોજાયો હતો. વિદ્યાર્થીઓને જળસંગ્રહ અને પાણી જમીનમાં કેમ ઉતારવું તે પધ્ધતિ અંગે માહિતી આપવામાં આવી હતી.
મહેસાણા જિલ્લામાં પણ ફ્લોરાઈડ વાળું તેમજ ખારાશવાળું પાણી છે ત્યારે જળસંગ્રહ પર વિશેષ ભાર મુકવામાં આવે છે. મહેસાણા જિલ્લામાં સંગ્રહિત થતા 70 હજાર 524 કરોડ લીટરની સામે 74 હજાર 47 કરોડ લીટરનો વપરાશ છે. 2025 ના વર્ષમાં 38 ટકા પાણીનો વપરાશ વધશે. મહેસાણા જિલ્લામાં ભૂગર્ભજળમાંથી પાણીનો વધુ વપરાશ થાય છે. ખેતી, ઘરેલુ વપરાશ તેમજ ઉધોગોમાં પાણી ખૂબ વપરાશ થાય છે.
વર્ષ 1993 થી સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા દ્વારા 22 મી માર્ચના દિવસને વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેનાથી લોકોમાં પાણીનું મહત્વ, તેની જરૂરિયાત તેમજ પાણીની બચત અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટેનો પ્રયાસ છે.
સંબંધિત સમાચાર
આજે 22 માર્ચ એટલે વિશ્વ જળ દિવસ
વિશ્વ જળ દિવસ નિમિતે ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામને શ્રેષ્ઠ પાણી સમિતિનો પુરસ્કાર મળ્યો છે.
આજે આંતરરાષ્ટ્રીય વિશ્વ જળ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે
લાઈવ ટ્વીટર ફીડ