સમાચાર ઊડતી નજરે
સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 153મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી રહી છે.            દેશભરમાં આજે પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી રહી છે.            જળશક્તિ મંત્રાલયના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ દ્વારા આજે સ્વચ્છ ભારત દિવસનું આયોજન કરવામાં આવશે.            સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં ડિફેન્સ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના 275મા વાર્ષિક દિવસની ઉજવણી દરમિયાન ઘણી ડિજિટલ પહેલ શરૂ કરી.            મહિલા ટ્વેન્ટી- 20 એશિયા કપ ક્રિકેટમાં ગઈકાલે બાંગ્લાદેશના સિલ્હેટમાં ભારતે શ્રીલંકાને 41 રને પરાજય આપ્યો હતો.           

Sep 22, 2022
5:46PM

અમેરિકા અને રશિયાના અવકાશ યાત્રીઓ સ્પેસ સ્ટેશન પર સલામત રીતે પહોંચ્યા.

આકાશવાણી
અમેરિકા અને રશિયાના અવકાશ યાત્રીઓ સ્પેસ સ્ટેશન પર સલામત રીતે પહોંચી ગયા છે. અમેરિકન અવકાશ એજન્સી નાસાએ જણાવ્યા અનુસાર એક અમેરિકી અવકાશયાત્રી અને બે રશિયાના અવકાશયાત્રીઓ, રશિયાના અવકાશ યાનમાં સુરક્ષિત રીતે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચી ગયા છે. રશિયાની સ્પેસ એજન્સી, રોસકોસ્મોસ અને નાસા, બંનેએ કઝાખસ્તાનમાંથી છોડાયેલા અવકાશ યાનનું જીવંત ફૂટેજ દર્શાવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રણેય અવકાશયાત્રીઓ છ મહિના સ્પેસ સ્ટેશન પર વીતાવશે. અમેરિકાએ રશિયાના એરોસ્પેસ ઉદ્યોગ પર પ્રતિબંધોની જાહેરાત કરી ત્યારથી અવકાશ ક્ષેત્રમાં તણાવ વધ્યો છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન 1998 માં શીત યુદ્ધ દરમિયાન અમેરિકા અને રશિયા વચ્ચે સહકારની આશાના સમયે શરૂ કરવામાં આવ્યું હતું.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ