સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બીન સલમાન સાથે સહકાર વધારવા અંગે કરી મંત્રણા            ભારતે, કેનેડામાં ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યાની ઉજવણીની છૂટ આપવા બદલ કેનેડાની કરી ટીકા            ગુજરાતમાં 12મી જૂનથી ઇ-પાસ સિસ્ટમ અમલી બનશે            મધરાતે પોરબંદરથી દક્ષિણ અને દક્ષિણ–પશ્રિમ અર્થાત્ નૈઋત્ય દિશાએ 870 કિલોમીટર અંતરે પહોંચ્યું            નેધરલેન્ડમાં રમાઈ રહેલી FIH Pro League હોકી સ્પર્ધામાં ભારતની પુરૂષોની ટીમે ટોચનું સ્થાન મેળવ્યું           

May 20, 2022
3:47PM

અમૃતસર- જામનગર ગ્રીનફિલ્ડ કોરિડોર 26 હજાર કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે.

ફાઈલ ફોટો
માર્ગવાહન વ્યવહાર અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે અમૃતસર- જામનગર ગ્રીનફિલ્ડ કોરિડોર 26 હજાર કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે. 
આ કોરિડોર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વિકસાવવામાં આવેલ સૌથી મહત્વપૂર્ણ ગ્રીનફિલ્ડ કોરિડોર પૈકીનો એક છે. 
તેમણે કહ્યું કે, સંપૂર્ણ કોરિડોર આવતા વર્ષે સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. 
શ્રી ગડકરીએ માહિતી આપી કે બિકાનેરથી જોધપુર 277 કિલોમીટરના સેક્શનને આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરીને ખોલવામાં આવશે. 
શ્રી ગડકરીએ કહ્યું કે, આ કોરીડોરમાં અમૃતસર, ભટિંડા, સાંગરિયા, બિકાનેર, સાંચોર, સામખિયાળી અને જામનગરને જોડશે.
                           

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ