સમાચાર ઊડતી નજરે
રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયાના અહેવાલ.            ધોરણ 10 અને 12ના રિપિટર, ખાનગી, પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા આગામી 15મી જુલાઇએ યોજાશે.            ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે 102 કરોડ રૂપિયાની યોજનાને રાજ્ય સરકારે મંજૂરી આપી.            વિશ્વના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો.            કેન્દ્રિય ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે કોવિડ પ્રતિબંધોની છૂટછાટમાં બેદરકારી ન રાખે.           

Jun 11, 2021
7:37PM

અમદાવાદથી પસાર થતી ત્રણ સ્પેશિયલ ટ્રેનોના ફેરા વધારાયા,

ફાઇલ ફોટો
અમદાવાદથી પસાર થતી ત્રણ સ્પેશિયલ ટ્રેનોના ફેરા વધારાયા છે. પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-સમસ્તીપુર, રાજકોટ-સમસ્તીપુર અને ઓખા-ગુવાહાટી સ્પેશિયલ ટ્રેન સેવાના એક એક ફેરા વધારવાનો નિર્ણય કરાયો છે, જેનું બૂકિંગ આજથી શરૂ થયું છે.
ડિવિઝનલ રેલવે મેનેજર દીપક કુમાર ઝા ના જણાવ્યા અનુસાર, અમદાવાદ- સમસ્તીપુર સ્પેશિયલ ટ્રેન સ્પેશિયલ ફેર સાથે હવે તે 13 જૂન,2021ના રોજ પણ ચાલશે. તેવી જ રીતે, સમસ્તીપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન હવે 16 જૂન, 2021ના રોજ પણ ચાલશે.
ઓખા- ગુવાહાટી સ્પેશિયલ ટ્રેન સ્પેશિયલ ફેર સાથે 18 જૂન,2021ના રોજ પણ ચાલશે. જ્યારે ગુવાહાટી-ઓખા સ્પેશિયલ ટ્રેન 21 જૂન, 2021ના રોજ પણ ચાલશે. રાજકોટ- સમસ્તીપુર સ્પેશિયલ ટ્રેન હવે 16 જૂન,2021ના રોજ પણ ચાલશે. તેવી જ રીતે, સમસ્તીપુર-રાજકોટ સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારવામાં આવ્યા છે અને હવે આ ટ્રેન 19 જૂન, 2021ના રોજ પણ ચાલશે.
આ ટ્રેનોનું બૂકિંગ આજથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઇઆરસીટીસી વેબસાઇટ પરથી કરી શકાશે.
રાજકોટ-પોરબંદર અને સુરેન્દ્રનગર-ભાવનગર દૈનિક લોકલ તેમજ સ્પેશિયલ ટ્રેન આવતીકાલથી ફરીથી શરૂ થશે. 
કોવિડ મહામારીના કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટતા આ બંને ટ્રેન રદ કરાઇ હતી જે હવે આવતીકાલથી પૂર્વવત થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડી. સી. એમ. અભિનવ જેફે આ માહિતી આપી હતી.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ