સમાચાર ઊડતી નજરે
અમિત શાહે જણાવ્યું છે કે, વર્ષ 2022-23માં ખાદીનો કુલ કારોબાર એક લાખ 35 હજાર કરોડને પાર કરી ગયો છે            કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે ગાંધીનગર લોકસભા મતવિસ્તારની 8 નવી સબ પોસ્ટ ઓફિસનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યુ            મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણામાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી            વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં દિવ્યાંગ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 2023 પ્રદાન કરશે.            ભારત અને ઓસ્ટ્રેલિયા પાંચ ક્રિકેટ મેચની શ્રેણીની છેલ્લી T20 મેચ આજે બેંગલુરુ ખાતે સાંજે 7 વાગ્યે રમાશે.           

Sep 22, 2023
11:50AM

અન્ન ક્ષેત્રની વિશ્વની પાંચમી સૌથી મોટી કંપની ક્રાફ્ટ હેઈન્ઝ દ્વારા અમદાવાદમાં તેનું પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર શરૂ

@CMOGuj
અન્ન ક્ષેત્રની વિશ્વની પાંચમી સૌથી મોટી કંપની ક્રાફ્ટ હેઈન્ઝ દ્વારા અમદાવાદમાં તેનું પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ક્રાફ્ટ હેઇન્ઝ કંપનીના ગ્લોબલ બિઝનેસ સર્વિસિસના વડા સર્જ ડી વોસ અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરા વચ્ચે ગાંધીનગરમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં.
આગામી ત્રણ વર્ષમાં રાજ્યમાં 1 હજાર 800થી વધુ વ્યવસાયિકોની ભરતી કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતમાં કંપનીના કામગીરીના વિસ્તરણ માટે આ સમજૂતી કરાર કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ  આ અવસરે કહ્યું કે, રાજયમાં ઉદ્યોગો માટેના સાનુકૂળ વાતાવરણના લીધે જ આ કેન્દ્રની શરૂઆત સૌપ્રથમ ગુજરાતમાં થઈ રહી છે. રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા 29 હજારથી વધુ નવા રોજગાર સર્જન માટે અત્યાર સુધીમાં 17 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ