A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Sep 27 2023 2:40PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી આજે સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ૨૦ વર્ષની ઉજવણી નિમિત્તે યોજાનાર કાર્યક્રમની અધ્યક્ષતા કરશે.
          
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છોટાઉદેપુર ખાતે 5,200 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેકટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
          
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભારત સ્માર્ટ સિટી પુરસ્કાર સ્પર્ધા- 2022ના વિજેતાઓને પુરસ્કારો એનાયત કરશે.
          
સરકાર દિલ્હી અને જયપુર વચ્ચે ઈલેક્ટ્રિક હાઈવે બનાવવાની યોજના બનાવી રહી છે. - નીતિન ગડકરી
          
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને અંતિમ વન-ડે આજે રાજકોટ ખાતે રમાશે.
          
Mar 22, 2022
,
11:29AM
આજે 22 માર્ચ એટલે વિશ્વ જળ દિવસ
ફાઈલ ફોટો
એક સમય હતો જ્યારે જગ્યાએ જગ્યાએ નદી, તળાવ, નહેર, કુવા દેખાતા હતા. પરંતુ ઔધોગિકરણની રાહ પર ચાલી રહેલી આ દુનિયાએ આ દ્રશ્યને કેટલીય હદ સુધી બદલી દીધુ છે. તળાવ,કુવા,નહેર વગેરે સુકાતા જાય છે. નદીનું દુષિત પાણી દુષિત થવાની સાથે સાથે ઓછું થઇ રહ્યું છે. જળ સંકટ વધતું જાય છે. વિશ્વભરમાં લોકો જળનું મહત્વ સમજાવવા અને લોકોને સ્વચ્છ જળ ઉપલબ્ધ કરાવવા માટે દરવર્ષે 22 માર્ચે જળ દિવસ મનાવવામાં આવે છે. સભ્યતાઓના જન્મ સાથે જ મનુષ્ય દ્વારા જળને ઓછું મહત્વ આપવામાં આવી રહ્યું છે. કહેવાયું છે કે જળ જ તમામ ભૌતિક વસ્તુઓનું કારણ છે અને સમસ્ત પ્રાણી જીવનનો આધાર છે. પરંતુ અફસોસ સાથે કહેવું પડી રહ્યું છે કે ભારત સહિત સમગ્ર દુનિયા અત્યાર સુધી આ ધરોહરને સંભાળીને રાખવામાં નિષ્ફળ રહી છે. જેના કારણે દર વર્ષે વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે. દુનિયાને પાણીની જરુરિયાતથી વાકેફ કરાવવાનો હેતુથી સંયુક્ત રાષ્ટ્રે વિશ્વ જળ દિવસ મનાવવાની શરુઆત કરી હતી. 1992માં રિયો ડે જેનેરિયોમાં આયોજિત પર્યાવરણ તથા વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર સમ્મેલનમાં વિશ્વ જળ દિવસ મનાવવાની શરુઆત કરવામાં આવી હતી. જેનું આયોજન પહેલીવાર 1993માં 22 માર્ચના રોજ કરવામાં આવ્યું હતું. દુનિયાને પાણી બચાવવું કેટલુ જરુરી છે તે આપણું મૂળભૂત સંસાધન છે. તેના થકી અનેક કામનું સંચાલન થાય છે. જો પાણીની અછત હશે તો કેટલાય કાર્યો ઠપ થઇ શકે છે. અસતિત્વ પર મોટું સંકટ આવી શકે છે. દર વર્ષે વિશ્વ જળ દિવસની એક થીમ સાથે મનાવવામાં આવે છે. આ વર્ષે આ થીમ છે. ‘વેલ્યુઇંગ વોટર’ જેનું લક્ષ પાણીનું મહત્વ સમજાવવાનું છે. દુનિયામાં કેટલાય દેશ એવા છે જ્યાં લોકોને પીવાનું પાણી પણ નથી મળી શકતું અને લોકો ગંદુ પાણી પીને સ્વાસ્થ્ય સંબધીત સમસ્યાઓનો સામનો કરે છે. દર વર્ષે વિશ્વ જળ દિવસના મોકા પર કેટલાય કાર્યક્રમોનું આયોજન થાય છે. ભાષણ, કવિતાઓ અને વાર્તાઓના માધ્યમથી લોકોને જળ સંરક્ષણ અને તેનું મહત્વ સમજાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. કેટલાય પ્રકારના ફોટો અને પોસ્ટર શેર કરવામાં આવે છે તેનું લક્ષ પાણીનું મહત્વ સમજાવવાનું છે.
સંબંધિત સમાચાર
આજે વિશ્વ જળ દિવસ..
વિશ્વ જળ દિવસ નિમિતે ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામને શ્રેષ્ઠ પાણી સમિતિનો પુરસ્કાર મળ્યો છે.
આજે આંતરરાષ્ટ્રીય વિશ્વ જળ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે
લાઈવ ટ્વીટર ફીડ