સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેત્રંગ અને ખેડા ખાતે વિજય સંકલ્પ જનસંમેલનને સંબોધન કર્યું            G-20 બેઠકની અધ્યક્ષતા ભારત માટે વૈશ્વિક કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની એક મોટી તક :પ્રધાનમંત્રી            ભારત અને ઓસ્ટ્રેલિયાની સેનાઓ વચ્ચે દ્વિપક્ષીય તાલીમ કવાયત "ઓસ્ટ્રા હિંદ 22" આવતીકાલે રાજસ્થાનમાં શરૂ થશે            53મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું આવતીકાલે ગોવામાં સમાપન થશે            ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સીસી આગામી વર્ષે 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ રહેશે           

Jan 28, 2022
11:10AM

ગત અઠવાડિયે કેનેડાની સરહદ નજીક ચાર ભારતીયોના મોતના સંદર્ભમાં પોલીસે ગેરકાયદેસર ઇમિગ્રેશનનો કેસ નોંધ્યો

આકાશવાણી
ગયા અઠવાડિયે અમેરિકા અને કેનેડાની સરહદ નજીક ચાર ભારતીયોના મોતના સંદર્ભમાં પોલીસે ગેરકાયદેસર ઇમિગ્રેશન અંગેનો કેસ નોંધીને છ લોકોની અટકાયત કરી છે. અટકાયત કરાયેલા આ છ લોકો ગુજરાતમાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કંપની ચલાવે છે. ભારતીય સત્તાવાળાઓ હવે ગેરકાયદેસર ઇમિગ્રેશન કેસની તપાસ માટે અમેરિકા અને કેનેડાના સરહદી અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છે. આ અહેવાલ મુજબ, કેટલાક ભારતીયો, મોટાભાગે પંજાબ અને ગુજરાતમાંથી, દર વર્ષે અમેરિકા-કેનેડા સરહદ પાર કરવાનો પ્રયાસ કરે છે. તેઓ પશ્ચિમમાં વધુ સારા જીવન અને નોકરીની તકની શોધમાં કઠોર હવામાનની પરિસ્થિતિઓમાં પણ જવાનો પ્રયત્ન કરે છે. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ