સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Nov 24, 2021
7:27PM

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ આવતીકાલથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં શરૂ થશે.

આકાશવાણી
​ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ આવતીકાલથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં શરૂ થશે. ન્યુઝીલેન્ડે ભારતમાં ક્યારેય ટેસ્ટ શ્રેણી જીતી નથી. કે.એલ. રાહુલને ઈજાના કારણે બે મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બાકાત રખાયો છે. તેના સ્થાને સૂર્યકુમાર યાદવને ટીમમાં લેવામાં આવ્યો છે. રાહુલની ઈજા એ ભારતીય ટીમ માટે મોટો આંચકો છે, કારણકે રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ ટીમમાં નથી. મુંબઈમાં બીજી ટેસ્ટમાં કોહલીનો સમાવેશ કર્યો છે, પરંતુ રોહિત શર્માને શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે.

ભારતીય ટેસ્ટ ટીમમાં કેપ્ટન અજિંક્ય રહાણે, વાઈસ કેપ્ટન ચેતેશ્વર પુજારા, મયંક અગ્રવાલ, શુભમનગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, વિકેટ કિપર રિદ્ધિમાન સહા અને કે.એસ. ભરત તથા રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, સિરાજ, પ્રસિદ ક્રિષ્ના છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ