સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેત્રંગ અને ખેડા ખાતે વિજય સંકલ્પ જનસંમેલનને સંબોધન કર્યું            G-20 બેઠકની અધ્યક્ષતા ભારત માટે વૈશ્વિક કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની એક મોટી તક :પ્રધાનમંત્રી            ભારત અને ઓસ્ટ્રેલિયાની સેનાઓ વચ્ચે દ્વિપક્ષીય તાલીમ કવાયત "ઓસ્ટ્રા હિંદ 22" આવતીકાલે રાજસ્થાનમાં શરૂ થશે            53મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું આવતીકાલે ગોવામાં સમાપન થશે            ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સીસી આગામી વર્ષે 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ રહેશે           

Oct 27, 2021
2:18PM

ભારતીય મુળની અનીતા આનંદને કેનેડાના નવા સંરક્ષણમંત્રી બનાવવામાં આવ્યા.

આકાશવાણી
ભારતીય મુળની અનીતા આનંદને કેનેડાના નવા સંરક્ષણમંત્રી બનાવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી જસ્ટીન ટુડેએ પોતાની લિબરલ પક્ષની સત્તામાં પુનઃ ચુંટાઇ આવ્યાના એક મહિના બાદ મંત્રીમંડળમાં ફેરફાર કર્યો છે.
સુશ્રી અનીતા આનંદ લાંબા સમય સુધી સંરક્ષણ મંત્રી રહી ચુકેલા ભારતીય મુળના હરજીત સજજનનું સ્થાન લેશે જે દુષ્કર્મ કેસમાં તેમની પર થયેલા આક્ષેપોને કારણે ટીકાઓથી ઘેરાયેલા છે.
નવા મંત્રીમંડળમાં મહિલાઓની સમાન ભાગીદારી છે. સુશ્રી અનીતા આનંદ લાંબા સમય સુધી કંપનીના એડવોકેટ રહી ચુકયા છે. બરખાસ્ત કરવામાં આવેલા મંત્રીમંડળમાં ભારતીય મુળના મંત્રી હરજીત સજજન, અનીતા આનંદ અને બાર્દિશ છગ્ગડ ગયા મહિને થયેલી ચુંટણીમાં વિજયી થયા છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ