સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેત્રંગ અને ખેડા ખાતે વિજય સંકલ્પ જનસંમેલનને સંબોધન કર્યું            G-20 બેઠકની અધ્યક્ષતા ભારત માટે વૈશ્વિક કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની એક મોટી તક :પ્રધાનમંત્રી            ભારત અને ઓસ્ટ્રેલિયાની સેનાઓ વચ્ચે દ્વિપક્ષીય તાલીમ કવાયત "ઓસ્ટ્રા હિંદ 22" આવતીકાલે રાજસ્થાનમાં શરૂ થશે            53મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું આવતીકાલે ગોવામાં સમાપન થશે            ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સીસી આગામી વર્ષે 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ રહેશે           

Jul 20, 2021
8:11PM

ભારત- કેનેડા વિમાન સેવા પરનો પ્રતિબંધ કેનેડાએ 21 ઓગસ્ટ સુધી લંબાવ્યો

--
ભારત- કેનેડા વિમાન સેવા પરનો પ્રતિબંધ  કેનેડાએ 21 ઓગસ્ટ સુધી લંબાવ્યો છે. કેનેડાના વાહન વ્યવહારમંત્રી ઓમર અલઘબ્રાએ કહ્યું કે કેનેડાની જાહેર આરોગ્ય એજન્સી તરફથી મળેલી સલાહના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી ડેલ્ટા વેરિઅન્ટની વધતી અસર સામે કેનેડાના નાગરિકોનું રક્ષણ થશે. આ પ્રતિબંધ આ મહિનાની 21 મી તારીખે પૂરો થવાનો હતો. 
22 મી એપ્રિલે પહેલી વાર પ્રતિબંધ લાદવામાં આવ્યો ત્યારથી આ ચોથી વખત પ્રતિબંધ લંબાવાયો છે. કેનેડાએ પરોક્ષ માર્ગ દ્વારા ભારતથી કેનેડા જતા મુસાફરો માટે કોઈ ત્રીજા દેશમાં કોવીડ પરીક્ષણની આવશ્યકતા દર્શાવી છે. જે કોરોના પોઝીટીવ હતા તેમણે 14 થી 90 દિવસની વચ્ચે પોઝીટીવ મોલેક્યુલર ટેસ્ટ કરાવવી ફરજીયાત છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ