સમાચાર ઊડતી નજરે
રેલ્વે મંત્રાલયે ઓરિસ્સા ટ્રેન અકસ્માતની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી            રેલ્વેતંત્રએ ઓરિસ્સા ટ્રેન અકસ્માતમાં મૃતકો અને પ્રવાસીઓના કુટુંબીજનોની સગવડ માટે હેલ્પલાઇન નંબર – 139ની વિશેષ વ્યવસ્થા કરી            રાજ્યમાં હજુ આગામી બે દિવસ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા            આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે            મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો નિર્ણય કર્યો           

Apr 28, 2021
9:22AM

ગુજરાતે જળજીવન મિશન અંતર્ગત આ વર્ષે દસ લાખ નવા જોડાણ ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી

ફાઇલ ફોટો
ગુજરાતે જળજીવન મિશન અંતર્ગત આ વર્ષે દસ લાખ નવા જોડાણ ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી છે. 
જળશક્તિ મંત્રાલયે જણાવ્યું છે કે, ગુજરાત સરકારે પેયજળ અને સ્વચ્છતા વિભાગના સચિવની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સમિતિની બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 2020-22 માટે પોતાની વાર્ષિક યોજના દર્શાવી છે. 
મંત્રાલયે જણાવ્યું છ કે, ગુજરાતે 2022-23 સુધીમાં ઘરે ઘરે નળ જોડાણનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. 
મંત્રાલયે જણાવ્યું કે, અત્યાર સુધી ગુજરાતના પાંચ જિલ્લાઓ અને આઠ હજારથી વધુ ગામોમાં નળ દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, જળજીવન મિશન એ કેન્દ્ર સરકારનો મહત્વકાંક્ષી કાર્યક્રમ છે. જેનો ઉદ્દેશ 2024 સુધી પ્રત્યેક ગ્રામીણ પરિવારને નળથી જળ ઉપલબ્ધ કરાવવાનો છે. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ