સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેત્રંગ અને ખેડા ખાતે વિજય સંકલ્પ જનસંમેલનને સંબોધન કર્યું            G-20 બેઠકની અધ્યક્ષતા ભારત માટે વૈશ્વિક કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની એક મોટી તક :પ્રધાનમંત્રી            ભારત અને ઓસ્ટ્રેલિયાની સેનાઓ વચ્ચે દ્વિપક્ષીય તાલીમ કવાયત "ઓસ્ટ્રા હિંદ 22" આવતીકાલે રાજસ્થાનમાં શરૂ થશે            53મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું આવતીકાલે ગોવામાં સમાપન થશે            ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સીસી આગામી વર્ષે 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ રહેશે           

Feb 11, 2021
11:10AM

ભારત કેનેડાને કોવિડની રસી આપવાના શક્ય તમામ પ્રયાસો કરશે,-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોને ખાત્રી આપી છે કે, ભારત કેનેડાને કોવિડની રસી આપવાના શક્ય તમામ પ્રયાસો કરશે.
ગઈકાલે કેનેડાના પ્રધાનમંત્રીએ શ્રી મોદીને ફોન કરી ભારત પાસેથી કોવિડની રસી મેળવવા અંગે વાતચીત કરી હતી.
શ્રી મોદીએ શ્રી ટ્રુડોને ખાત્રી આપી કે, અન્ય દેશોની જેમ કેનેડાના રસીકરણ અભિયાન માટે ભારત શક્ય તમામ મદદ કરશે.
ભારતની નીતિને બિરદાવતા શ્રી ટ્રુડોએ કહ્યું કે, વિશ્વ કોવિડ સામેની લડત જીત્યું છે, તેમાં ભારતની દવા તથા રસી ઉત્પાદન ક્ષમતાની નોંધપાત્ર ભાગીદારી છે.
આ ઉપરાંત બંને નેતાઓએ મહત્વના ભૂ-રાજનૈતિક મુદ્દાઓ તથા આબોહવા પરિવર્તન અને કોવિડના કારણે અર્થતંત્ર પર થયેલી અસરો અંગે વાતચીત કરી હતી.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ