સમાચાર ઊડતી નજરે
વિકસિત ભારતના નિર્માણમાં કાપડ ક્ષેત્રના યોગદાનને વધારવા માટે સરકાર વ્યાપક રીતે કામ કરી રહી છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            પ્રધાનમંત્રીએ ગુજરાતના 46 સહિત દેશભરના 553 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસકાર્યનું તથા 1500 ઓવરબ્રીજ અંડરપાસનું વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા            રાષ્ટ્રપતિ દ્રૌપદીમુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનમાં એક દિવસીય ‘પરપલ ફેસ્ટ’નું ઉદ્ઘાટન કરશે            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ ખાતે શ્રી સાંઈધામ સનાતન મંદિરનું ખાતમુહૂર્ત કર્યું            ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ગૃહમંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠક મળી           

Dec 07, 2023
8:24PM

પ્રધાનમંત્રીએ મિચોંગ વાવાઝોડાથી અસરગ્રસ્ત આંધ્રપ્રદેશને કેન્દ્રીય સહાયના બીજા હપ્તા પેટે 493 કરોડ રૂપિયા અને તમિલનાડુને 450 કરોડ રૂપિયા છુટા કરવાનો નિર્દેશ ગૃહમંત્રાલયને આપ્યો

@04NDRF
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિચોંગ વાવાઝોડાથી અસરગ્રસ્ત આંધ્રપ્રદેશને કેન્દ્રીય સહાયના બીજા હપ્તા પેટે 493 કરોડ રૂપિયા અને તમિલનાડુને 450 કરોડ રૂપિયા છુટા કરવાનો નિર્દેશ ગૃહમંત્રાલયને આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે બંને રાજ્યો માટે સહાયના પહેલા હપ્તા પેટે આટલી જ રકમ છૂટી કરી હતી. 
પ્રધાનમંત્રીએ ચેન્નાઇ માટે 561 કરોડ રૂપિયાના પહેલા શહેરી પુર નિયંત્રણ પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ માટે 500 કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાય અપાશે. આ પ્રોજેક્ટ હેઠળ ચેન્નાઇની સાથે સાથે શહેરી વિસ્તારોમાં પૂર અને પાણી ભરાવાની સમસ્યા નિયંત્રણમાં લેવા વ્યાપક માળખું તૈયાર કરાશે. 
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તમિળનાડુમાં મિચોંગ વાવાઝોડાને કારણે થયેલી અસરની જાતમાહિતી મેળવવા આજે ચેન્નાઇ પહોંચ્યા હતા. તેમણે વિમાન માર્ગે મિચોંગથી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરિક્ષણ કર્યું હતું.. આ વખતે તમિળનાડુના મુખ્યમંત્રી એમ. કે, સ્ટાલિન તેમની સાથે રહ્યા હતા.. 
દરમિયાન, ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા ઉપર જણાવ્યું છે કે, મિચોંગ વાવાઝોડાને કારણે તમિળનાડુ અને આંધ્રપ્રદેશને ઘણી અસર થઇ છે અને આવા કપરા સમયમાં સમગ્ર દેશ અસરગ્રસ્ત લોકો સાથે છે.   

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ