સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Dec 07, 2023
2:25PM

રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લેનાર પક્ષોની કામગીરી ધ્યાનમાં લેતાં ભાજપ શાસન માટે સૌથી વધુ પસંદગી પાત્ર પક્ષ :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

@JoshiPralhad
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લેનાર પક્ષોની કામગીરી ધ્યાનમાં લેતાં ભાજપ શાસન માટે સૌથી વધુ પસંદગી પાત્ર પક્ષ છે. આજે દિલ્હીમાં ભાજપના સંસદીય પક્ષની બેઠકને સંબોધતાં તેમણે કહ્યું કે, કોંગ્રેસે રાજ્ય વિધાનસભાની 40 ચૂંટણીઓમાં બીજી વખત વિજય મેળવીને સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પૈકી સાત રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં  વિજય મેળવીને તે બીજી વાર સરકાર બનાવી શકી છે. જ્યારે ભાજપ 39 ચૂંટણીમાં કરેલા  પ્રયાસો પૈકી 22 ચૂંટણીઓમાં વિજય મેળવીને ફરીથી રાજ્ય સરકારો રચી શક્યો છે. 
આ બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ જણાવ્યું હતું કે, પક્ષના કાર્યકરોએ કરેલા અથાગ પરિશ્રમના કારણે ભાજપ તાજેતરમાં યોજાયેલી ત્રણ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં સફળતા મેળવી ચૂક્યો છે. 
એવી જ રીતે તેલંગણા અને મિઝોરમમાં ભાજપે પોતાની રાજકીય શક્તિમાં વધારો કર્યો છે. શ્રી જોષીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ ભાજપના બધા જ સાંસદો અને મંત્રીઓને આગામી 22 ડિસેમ્બરથી 25 જાન્યુઆરી દરમિયાન વિકસીત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા નિર્દેશ આપ્યો છે. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ