સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Dec 04, 2023
3:13PM

પ્રધાનમંત્રી આજે મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં નૌકાદળ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ભાગ લેશે

@BJP4India
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં આયોજિત નૌકાદળ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લેશે. શ્રી મોદી આજે સાંજે રાજકોટ કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરશે. બાદમાં તેઓ સિંધુદુર્ગના તરકર્ણી બીચ પરથી ભારતીય નૌકાદળના જહાજો, સબમરીન અને વિશેષ દળો દ્વારા ‘ઓપરેશનલ ડેમોન્સ્ટ્રેશન’ના  પણ સાક્ષી બનશે.
અમારા સંવાદદાતાના જણાવ્યા અનુસાર 1971ના યુદ્ધ દરમિયાન કરાચી બંદર પર નૌકાદળના સાહસિક હુમલા  "ઓપરેશન ટ્રાઇડેન્ટ" ની યાદમાં ચોથી  ડિસેમ્બરે આ દિવસ   ઉજવવામાં છે. જવાનોની બહાદુરી, હિંમત અને પ્રતિકૂળ સંજોગોમાં અશક્યને હાંસલ કરવાના તેમના સંકલ્પની ઉજવણી કરવા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભારતીય નૌકાદળના અત્યાધુનિક જહાજો અને એરક્રાફ્ટનું પણ પ્રદર્શન કરવામાં આવશે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નૌકાદળના જવાનો અને તેમના પરિવારોને નૌકાદળ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી સિંહે કહ્યું કે, ભારતીય નૌકાદળ સ્થિતિસ્થાપકતા, ખંત અને બહાદુરીનું પ્રતીક છે અને દેશની દરિયાઈ સુરક્ષા માટે નૌકાદળની ઉત્કૃષ્ટ સેવા અને નિષ્ઠા માટે દરેક ભારતીય નાગરિક નૌકાદળના આભારી છે.
માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે પણ નૌકાદળ દિવસની નૌકાદળના જવાનો અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી ઠાકુરે કહ્યું કે, દેશને ભારતની દરિયાઈ સીમાઓનું જરૂરિયાતના સમયે હંમેશા રક્ષણ કરનાર નૌકાદળ પર ગર્વ છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ