સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Dec 02, 2023
10:16AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આબોહવામાં પરિવર્તનની સમસ્યા ઉકેલવા સહિયારા પ્રયાસ કરવા વિશ્વ સમુદાયને અનુરોધ કર્યો

File Pic
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આબોહવામાં પરિવર્તનની સમસ્યા ઉકેલવા સહિયારા પ્રયાસ અને આ સમસ્યા ઉકેલવા માટેનું ભંડોળ વિકસિત દેશો સુધી પહોંચાડવા ઉપર ભાર મૂક્યો છે. 
તેમણે જી-20 સંગઠનની અધ્યક્ષતા વખતે ભારતે આબોહવામાં પરિવર્તનની સમસ્યા ઉકેલવા તથા ટકાઉ વિકાસ માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી તેનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ દુબઈમાં COP 28ની બેઠકને સંબોધતાં જણાવ્યું હતું કે, આબોહવામાં પરિવર્તનની મહત્તમ અસર વિકાસશીલ દેશો ઉપર થાય છે. વિકાસશીલો દેશો પાસે આર્થિક સાધનો ટાંચા હોવા છતાં આ દેશો આબોહવામાં પરિવર્તનની સમસ્યા ઉકેલવા પ્રતિબધ્ધ છે. તેમણે વિકાસશીલ દેશોને શક્ય તમામ રીતે મદદરૂપ થવા વિકસિત દેશોને અનુરોધ કર્યો હતો. 
શ્રી મોદીએ કહ્યું કે આગામી 2030 સુધીમાં આ સમસ્યા ઉકેલવા માટે ઘણાં ટ્રિલિયન ડોલરની જરૂર છે. તેમણે કહ્યું કે, પર્યાવરણ અને અર્થતંત્ર વચ્ચેનું સંતુલન કેવી રીતે સાધી શકાય તે માટે ભારતનું વિકાસ મોડલ ઉદાહરણરૂપ છે. ભારતમાં વિશ્વની 17 ટકા વસ્તી રહેતી હોવા છતાં ભારતનું વૈશ્વિકસ્તરે કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ માત્ર ચાર ટકા છે આગામી 2030 સુધીમાં ઉત્સર્જનનું પ્રમાણ વધુ 45 ટકા ઘટાડવા ભારત પ્રતિબધ્ધ છે. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી 12 દિવસમાં થનારી ચર્ચા સલામત ભવિષ્ય માટે સંયુક્ત પ્રયાસો કરવા અંગે દિશાદર્શન કરશે. 
COP 28 પરિષદમાં ભાગ લીધા બાદ શ્રી મોદી ગત મોડીરાત્રે દુબઈથી પરત ફર્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિદમ બાગચીએ જણાવ્યું કે, યુએઈની મુલાકાત દરમિયાન ભારત અને સ્વીડને દુબઈમાં લીડ IT 2.0ની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. 
શ્રી મોદીએ પરિષદમાં ભાગ લેવા ઉપરાંત યુએઈના પ્રમુખ શેખ મોહમદ બિન જાયેદ અલ નાહયાન સાથે અલગથી  બેઠક કરી હતી તથા યુએઈના રાષ્ટ્રપ્રમુખને વાયબ્રટ ગુજરાત સમિટમાં આવવા આમંત્રણ આપ્યું હતું.
આ ઉપરાંત તેમને સ્વીડન અને બાર્બાડોસના પ્રધાનમંત્રી અને તુર્કીના રાષ્ટ્રપતિ સાથે પણ બેઠક કરી હતી તથા વિવિધ ક્ષેત્રે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ