સમાચાર ઊડતી નજરે
વિકસિત ભારતના નિર્માણમાં કાપડ ક્ષેત્રના યોગદાનને વધારવા માટે સરકાર વ્યાપક રીતે કામ કરી રહી છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            પ્રધાનમંત્રીએ ગુજરાતના 46 સહિત દેશભરના 553 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસકાર્યનું તથા 1500 ઓવરબ્રીજ અંડરપાસનું વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા            રાષ્ટ્રપતિ દ્રૌપદીમુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનમાં એક દિવસીય ‘પરપલ ફેસ્ટ’નું ઉદ્ઘાટન કરશે            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ ખાતે શ્રી સાંઈધામ સનાતન મંદિરનું ખાતમુહૂર્ત કર્યું            ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ગૃહમંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠક મળી           

Nov 30, 2023
4:21PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિવિધ સરકારી વિભાગોમાં નિમણૂંક પામેલા લોકોને આજે વિડિયો કોન્ફરન્સીંગથી નિમણૂંક પત્રો એનાયત કરશે

Twitted by AIR
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિવિધ સરકારી વિભાગોમાં નિમણૂંક પામેલા 51 હજારથી વધુ લોકોને આજે વિડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી નિમણૂંક પત્રો એનાયત કરશે. આ પ્રસંગે તેઓ નિમણૂંક પામેલા યુવાનોને સંબોધન કરશે. 
ઉલ્લેખનીય છે કે દેશભરમાં 37 સ્થળોએ રોજગાર મેળાઓ યોજાશે. જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ વિભાગોના પદો માટે ભરતી યોજાશે. 
ઉલ્લેખનીય છે કે, રોજગારીની તકોના નિર્માણને ટોચની અગ્રતા આપવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે રોજગાર મેળાઓનું આયોજન થશે. નવા ભરતી પામેલા યુવાનોને કર્મયોગી પ્રારંભ પોર્ટલ દ્વારા તાલીમ મેળવવાની તક મળશે. આ પોર્ટલમાં 800 થી વધુ ઇ-અભ્યાસક્રમો ઉપલબ્ધ છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ